Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય જીગ્નેશ વસાવાના નિવાસેથી દેશી દારૂ ઝડપાયો

જીગ્નેશ વસાવાના ઘરેથી પોલીસને 8 લીટર દેશી દારૂ મળ્યો :વડોદરા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને દેશી દારૂનો જથ્થો ઝડપ્યો

બોટાદના સર્જાયેલા ઝેરી દારૂ કાંડ બાદ રાજયમાં પોલીસ એક્શનમાં આવી છે. જેમાં રાજયના અનેક સ્થળોએ દેશી દારૂના અડ્ડા  સહિત અનેક  સ્થળોએ  દરોડા પાડી રહી છે. જેમાં વડોદરા  જિલ્લા પંચાયતના સભ્ય જીગ્નેશ વસાવાના ઘરેથી પોલીસને 8 લીટર દેશી દારૂ  મળી આવ્યો છે.  વડોદરા પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને દેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. જીગ્નેશ વસાવા વડોદરા જિલ્લા પંચાયતની ચોરંદા બેઠકથી ચૂંટાયા છે. વડોદરા પોલીસે જીગ્નેશ વસાવાના માતા શોભના વસાવાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(9:18 pm IST)