Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

તિસ્તા સેતલવાડ અને આર. બી. શ્રીકુમારે કરેલી જામીન અરજીનો કાલે ચુકાદો આવશે

આ કેસમાં અદાલતે 21 જૂલાઇના રોજ તમામ સુનવણી પૂર્ણ કરી હતી

ગુજરાત રમખાણો કેસમાં ધરપકડ કરાયેલ તિસ્તા સેતલવાડ અને આર. બી. શ્રીકુમારે કરેલી જામીન અરજીનો ચુકાદો શુક્રવારે આવશે. આ કેસમાં સેશન્સ કોર્ટે  21 જૂલાઇના રોજ તમામ સુનવણી પૂર્ણ કરી હતી. જેની બાદ કોર્ટે આ ચૂકાદો અનામત રાખ્યો હતો. જેમાં રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કરતા તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમાર સામેના પ્રાથમિક પુરાવા કોર્ટના રેકોર્ડ પર મૂક્યા હતા. સરકારી વકીલે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે આરોપીઓને જામીન આપવામાં આવે તો કેસની તપાસને અસર પડશે.

સરકારે રજૂઆત કરી હતી કે હાલ કેસની તપાસ ચાલી રહી છે, તપાસનો તબક્કો છે અને આરોપીઓ વગદાર તેમ જ કેસની તપાસને અસર પાડી શકે તેવા છે. તેવા સંજોગોમાં જામીન ન આપવા જોઈએ. રાજકીય પક્ષ સાથેનું મેળાપીપળું અને અન્ય બાબતો પણ જામીન અરજીના વિરોધમાં કરવામાં આવ્યો છે.

જેમાં તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમાર સામે જામીન અરજીનો રાજ્ય સરકારે વિરોધ કરતા તિસ્તા સેતલવાડ સામેના પ્રાથમિક પુરાવા કોર્ટમાં રેકોર્ડ પર મૂક્યા હતા અને આરોપીઓને જામીન આપવામાં આવે તો કેસની તપાસને અસર પડશે તેવી પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે હાલ જ્યારે આ કેસ ઉપર હજુ પણ તપાસ ચાલી રહી છે તો અને આ કેસની તપાસ ખૂબ જ નાજુક તબક્કે છે બીજી બાજુ આ બચાવ પક્ષના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રી કુમારે જી કેસ કરવામાં આવ્યા છે તે ખોટા કેસ થયા છે, તેથી આ તબક્કે અમારા જામીન મંજૂર કરવા જોઈએ.

નોંધનીય છે કે સરકારી વકીલ દ્વારા કોર્ટને જણાવાયું હતું કે તિસ્તાએ 2014માં કાલિકા માતાના ફોટો સાથે છેડછાડ કરી હતી, જેને આતંકી સ્વરૂપ આપવાની ચેષ્ટા કરી હતી. ત્યારબાદ ટ્વીટ ડિલીટ કરી માફી માંગી હતી. આ પ્રકારની ઘટના પર પણ ધ્યાન આપવાની જરૂર છે. સરકારી વકીલે ટ્વીટની કોપી કોર્ટમાં રજૂ કરી હતી. અગાઉ તિસ્તાની પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી,પરંતુ તેમને તપાસમાં સહકાર ન આપ્યો હોવાની દલીલ પણ સરકારી વકીલે કરી હતી.

(9:51 pm IST)