Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

સુરત મનપાની સામાન્ય સભામાં બુટલેગર શબ્દ કહેતા હોબાળો મચ્યો :ભાજપ-આપ વચ્ચે મારામારી

ભાજપ પ્રમુખને બુટલેગર કહેતાની સાથે ભાજપના કેટલાક કોર્પોરેટરો મહેશ અણગરને મારવા દોડયા: પોલીસ બોલાવવી પડી

સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખને બુટલેગર કહેતા સભા તોફાની બની હતી

સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં કેટલીક ચર્ચા દરમિયાન વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઘરના ટેમ્પલેટ લઈને ઊભા થઈ ગયા હતા. દરમિયાન આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટર મહેશ અણગડે ભાજપના પ્રદેશ પ્રમુખ બુટલેગર છે તેવું કહેતા ભારે હોબાળો થયો હતો.

ભાજપ પ્રમુખને બુટલેગર કહેતાની સાથે ભાજપના કેટલાક કોર્પોરેટરો મહેશ અણગરને મારવા દોડયા હતા. જેને કારણે સભાખંડની બહાર દોડાદોડી થઈ ગઈ હતી. ભાજપના કોર્પોરેટરનો આક્રોશ જોઈને મહેશ ઈલેક્ટ્રીક રૂમમાં મૂકીને બહાર સિક્યુરિટીનો પહેરો લગાવી દેવામાં આવ્યો હતો. ભાજપની મહિલા કોર્પોરેટરોએ મહેશ અણગઢની હાય હાય બોલાવી હતી. અને છેલ્લે પોલીસ બોલાવી પડી હતી.

(10:01 pm IST)