Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભપેન્દ્રસિંહ ચુડાસમા ગોરાના સુલપાણેશ્વર મંદિરે આવી દાદા ની પૂંજા અર્ચના કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભપેન્દ્રસિંહ ચુડાસમા ગોરાના સુલપાણેશ્વર દાદાના શ્રાવણ મહિનો શરૂ થતાં પહેલા અષાઢી અમાસ અને શ્રવણ મહિના ના અમાસે પૂજા કરવા ભુપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા અને જેમની સાથે હિમાંશુ રાવલ પણ સાથે રહ્યા હતા. ભુપેન્દ્રસિંહ ચુડાસમાં નો સુલપણેશ્વર મહાદેવ પર અતૂટ વિશ્વાસ છે. અને તેઓ છેલ્લા 24 વર્ષથી અખંડિત ગોરા મંદિરે પૂજા કરવા આવે છે. અને આ વર્ષે પણ પૂજા કરી.હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજથી 25 વર્ષ પહેલાં નર્મદા નિગમ ના ચેરમેન હતા ત્યારે સુલપણેશ્વર મહાદેવના મંદિરે પૂજા કરી હતી અને નર્મદા ડેમ નિર્વિઘ્ને પૂર્ણ થાય અને તેની ઉંચાઈ વધે દરવાજા મુકાય પાણી વીજળીનો લાભ રાજ્યને મળે મહાદેવ ડેમનું હંમેશા રક્ષણ કરે એવા સંકલ્પ સાથે શ્રાવણ મહિના સરૂ થયા એ પહેલાં આવતી અમાસ અને શ્રાવણ પૂરો થાય એ અમાસે શૂળપણેશ્વર દાદાને નર્મદા જળ થી અભિષેક કરી પૂના મંદિરે આવી ને કરશે આવા સંકલ્પ ને તો કોઈ પણ મુશ્કેલીમાં પણ પૂરો કરી રહ્યા છે.અને આ સંકલ્પ અખંડ રાખ્યો છે ખંડિત થવા દીધો નથી.

(10:19 pm IST)