Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

નર્મદા જિલ્લામાં ધોરણ 10 અને 12 ના બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ

શિક્ષણ બોર્ડે જાહેર કર્યું શાળાકીય પ્રવૃતિનું કેલેન્ડર, ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2023 થી શરૂ થશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડમાં અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે . જેમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2023 થી શરૂ થશે .
બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2022 - 23 માટે શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર પણ બહાર પાડવામાં આવ્યું છે . જે પ્રમાણે પ્રથમ સત્ર શૈક્ષણિક કાર્ય 104 દિવસનું જ્યારે બીજી સત્ર 137 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે . દિવાળી વેકેશન 20 ઓકટોબર થી 9 નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે ધોરણ 9 થી 12 ના વિધાર્થીની પ્રથમ અને બીજી પરીક્ષાની તારીખ પણ બહાર પાડવામાં આવી છે . ઉપરાંત ધોરણ 9 અને 11 ની શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ 10 એપ્રિલ 2023 થી પ્રારંભ થશે . સ્કૂલ કક્ષાએ લેવાતી ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 10 ઓકટોબર થી 18 ઓકટોબર 2022 માં લેવામાં આવશે.આ ઉપરાંત શૈક્ષણિક વર્ષ પૂરું થયા બાદ વર્ષ 2023 - 24 નું નવું શૈક્ષણિક વર્ષ 5 જૂન 2023 થી શરૂ કરવામાં આવશે.

(10:23 pm IST)