Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

નવાગામ (જાવલી) થી જુગારના રૂપિયા 2,970 નાં મુદ્દામાલ સાથે 6 શખ્સોને ઝડપી પાડતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નવાગામ(જાવલિ) માં ચાલતા જુગાર પર પોલીસે રેડ કરી ત્યાં જુગાર રમતા 6 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબારા પોલીસે મળેલી બાતમીના આધારે નવાગામ (જાવલી) ગામે નહેરૂ ફળીયામા રહેતા દિનકરભાઇ જાલમસીંગભાઇ વસાવાના ઘરના પાછળ આવેલ ખુલ્લી અડાળીમાં હાર જીત નો જુગાર રમી રમાડતા શખ્સો માં (૧) સંદિપભાઇ રૂપજીભાઇ નાઇક રહે. નવાગામ ( જાવલી ),( ર ) કરણસિંગભાઇ ધનજીભાઇ વસાવા રહે.ચાટુવડ તા.સાગબારા (૩) ઉદેસીંગભાઇ નાનસીંગભાઇ વળવી રહે.જાવલી ( નવાગામ ) ( ૪ ) બહાદુરસિંહ ઉમાજી નાઇક રહે , નવાગામ ( જાવલી )( ૫ ) કૃષ્ણભાઇ ગોરજીભાઇ પાડવી રહે , રહે , નવાગામ અને ( ૬ ) કિશનભાઇ વસંતભાઇ વસાવા રહે , જાવલી(નવાગામ) નાઓ પાસેથી અંગ ઝડતીના રોકડા રૂ .૨૫૭૦-તથા દાવ ઉપરના રૂ . ૪૦૦-મળી કુલ રોકડા રૂપિયા ૨૯૭૦ નાં મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.

(10:24 pm IST)