Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની 30 જુલાઈ એ યોજાનારી ચૂંટણીમાં 2650 મતદારો મતદાન કરશે

એકતા પેનલ અને સહકાર પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં આવેલ સરકારી પ્રથમિક શિક્ષકોનું એક સંઘઠન બનાવવામાં આવ્યું છે.જે રાજ્ય શિક્ષણ સંઘ સાથે સંકળાયેલ છે. અને શિક્ષકોના હક્કો સામે લડત લડી શિક્ષકોના હિતમાં કામગીરી કરે છે ત્યારે આ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ, મહામંત્રી અને ખજાનચી આમ ત્રણ બેઠકો માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સહકાર પેનલ અને એકતા પેનલના ઉમેદવારો સામસામે ચૂંટણી ના જંગમાં ઉતર્યા છે.
નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં છેલ્લા ટર્મમાં સહકાર પેનલ વિજેતા બની હતી અને પ્રમુખ એવા સુરેશભાઈ ભગત પ્રમુખના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.જ્યારે તેમનું સામે એકતા પેનલમાંથી પ્રમુખના પદ માટે ભરતભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. બીજી બેઠક મહામંત્રી માટે ના ઉમેદવાર તરીકે સહકાર પેનલમાંથી ફતેસિંહ વસાવા જયારે તેમની સામે એકતા પેનલ માંથી રમણભાઈ ચૌધરી ચૂંટણીના જંગમાં ઉતર્યા છે. ખજાનચીની જગ્યા માટે સહકાર પેનલમાંથી ભાઈલાલ ભાઈ વસાવા અને એકતા પેનલમાંથી શીવનાથ વસાવા આમ 3 બેઠકો માટે 6 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં મતદારો પણ શિક્ષકો જ છે..2650 મતદારો.આ ત્રણ બેઠકો માટે.ચૂંટણી લડતા ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
આગામી 30 તારીખે શનિવારે આ ત્રણ બેઠકો માટેની ચૂંટણી તમામ તાલુકા મથકો પર યોજાવાની છે.અને સાંજે તેનું પરિણામ પણ આવી જશે એટલે કોની જીત થાય છે.એ પણ જાહેર થઈ જશે પરંતુ હાલ બંને પેનલો પોતાના ઉમેદવારો જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

(10:26 pm IST)