Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

લઠ્ઠાકાંડ મામલે મુખ્યંત્રી અને ગૃહમંત્રીને પદ ભ્રષ્ટ કરવાની માંગ સાથે નર્મદા આમ આદમી પાર્ટીનું કલેકટરને આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના એ સમગ્ર ગુજરાત રાજ્યને હચમચાવી નાખ્યું છે ત્યારે ઠેર ઠેર આ માટે વિરોધ થઈ રહ્યો હોય નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ આ બાબતે જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે
આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાતના બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડના કારણે પ૫ થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે . આ પહેલી વખત લઠ્ઠાકાંડ નથી થયો , આની પહેલા પણ વારંવાર લઠ્ઠાકાંડ થયો છે.પહેલા પણ કેટલાય લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા છે અને લઠ્ઠાકાંડની તપાસ ના નામે અત્યાર સુધી કાંઇ થયુ નથી . પાંચ દિવસ થોડી જગ્યા પર રેડો પડે , બે નાના દેશી દારુના અડ્ડા ચલાવનાર લોકો પકડાય અને આખી વાત ત્યાંજ પુરી થઈ જાય
આ આખા ગુજરાત માટે બહુજ દુ : ખદ ઘટના છે અને જનતા ખુબ જ આક્રોશ છે. જે પરિવારમાં લોકોના મૃત્યુ થયા છે એ પરિવાર કઇ રીતે પોતાનું ગુજરાત ચલાવશે ? વારંવાર આવી ઘટનાઓથી લોકોનો પ્રશાસન પરથી ભરોધો ઉઠી રહ્યો છે,હાલ થયેલ લઠ્ઠાકાંડના કારણે થયેલ મૃત્યુથી સાબિત થાય છે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાદારી નિભાવી નથી તો તાત્કાલિક ધોરણે તેમને પદ ભ્રષ્ટ કરવામા આવે ગાંધી અને સરદારના ગુજરઆતમાં નશાબંધી હોવા છતાં પણ ચારે બાજુ દારુનું ખુલ્લેઆમ વેચાણ ચાલે છે અને ખરાબ દારૂ પીને લોકોના જીવ જઇ રહ્યા છે માટે આ માટે યોગ્ય કરવા રાજ્યપાલ ને સંબોધન કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટર ને આપવમા આવ્યું હતું.

(10:26 pm IST)