Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા : 42 લાખની ચીલ ઝડપના કેસમાં બે આરોપીની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચે 31,86,500 રૂપિયોનો મુદ્દામાલ કબજે કર્યો : ફરાર ત્રીજા આરોપીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી

અમદાવાદ તા. 28 : સી.જી.રોડ પરથી સમી સાંજે 42 લાખ રૂપિયાની ચીલઝડપ કરનાર બે આરોપીઓની ક્રાઇમ બ્રાંચે 31 લાખ 87 હજાર 500 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. જો કે સમગ્ર કાવતરાના માસ્ટર માઇન્ડ પોલીસથી બચવા માટે ગજબનો પ્લાન ઘડી કાઢ્યો હતો. પરંતુ પોલીસે આ પ્લાન પર પાણી ફેરવી દીધું હતું.

મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપેલ મનોજ સિંધી અને વિશાલ તમંચે અને તેના અન્ય સાગરિત કે જે હાલ પોલીસ પકડથી ફરાર છે. હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરીને 31,86,500 રૂપિયોનો મુદ્દામાલ કબજે કરી લીધો છે, ત્યારે ફરાર ત્રીજો આરોપી પપ્પુ ગારંગેને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં આવેલા બંને આરોપીઓએ એવી કેફિયત વર્ણવી છે કે, ત્રણેય મિત્રોએ કુબેરનગરથી નીકળીને સી.જી રોડ પરની આંગડીયા પેઢીની બહાર રેઈકી કરી હતી અને આંગડીયા પેઢીની બહાર નીકળનારા કોઈપણ શખ્શને ટાર્ગેટ કરીને તેની પાસે રહેલો રોકડ રકમનો થેલો ઝુંટવી લેવામાં આવે. આ પ્લાન હેઠળ ત્રણેય આરોપીઓએ આંગડીયા પેઢીમાંથી બહાર નીકળેલા બે શખ્શોને સી.જી રોડ બોડી લાઈન ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેલા વ્યક્તિના હાથમાંથી રૂપિયા ભરેલો થેલો ઝુંટવી લીધો હતો અને ફરાર થઇ ગયા હોવાનો એકરાર નામું પોલીસ સમક્ષ કર્યું છે.

હાલ પકડાયેલા બંને આરોપીઓના જો ગુનાહિત ઈતિહાસની વાત કરવામાં આવે તો વિશાલ તમંચે અગાઉ સરદારનગર પોલીસ સ્ટેશનમાં દારુ અને નજર ચૂકવીને ચોરીના ગુના નોંધાયા છે ઉપરાંત દરિયાપુર પોલીસ સ્ટેશન અને વડોદરા તથા સુરત શહેરમાં નજર ચૂકવીને ચોરી કરવાના ગુના આચરી ચૂક્યોં છે અને બે વખત પાસા ની સજા પણ ભોગવી ચુક્યો છે.

આ સહીત ક્રાઈમની ગિરફતમાં આવેલો બીજો આરોપી મનીષ સિંધી કાગડાપીઠ, એલિસબ્રીજ, નવરંગપુરા, સરદારનગર, એરપોર્ટ આ ચાર પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં પકડાઈ ચુક્યો છે અને રાજકોટ, વડોદરા, શહેરમાં પણ બેગલીફટીંગના ગુનામાં પકડાઈ ચુક્યો છે અને ચાર વખત પાસાની સજા કાપી ચુક્યો છે. ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચે ફરાર આરોપી પપ્પુ ગારંગેને દબોચી લેવા માટેની કવાયત હાથ ધરી છે.

(12:13 am IST)