Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

અર્બુદા સેનાની જિલ્લાની કારોબારી બેઠક મળી : મહિલા મોરચો સક્રિય કરવા "અર્બુદા મહિલા સેના" ની શરૂઆત કરાશે

મહેસાણાથી 20,000 મહિલા સભ્ય બનાવીને શરૂઆત કરવામાં આવશે, રાજ્ય સમિતિમાં જિલ્લાવાર ઉપપ્રમુખો રાખવામાં આવશે

માણસા : ગાંધીનગરનાં માણસા ખાતે અર્બુદા સેનાની કારોબારી સભા યોજાઈ હતી. આ કારોબારી દ્વારા અર્બુદા સેનાને મજબૂત કરવા માટે, જેમાં અર્બુદા મહિલા સેના બનાવવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેની શરૂઆતમાં મહેસાણાથી 20,000 મહિલા સભ્ય બનાવીને કરવામાં આવશે.

ઠરાવ અંગેની મળતી માહિતી મુજબ, સામાજિક સમરસતા અંગેના ઠરાવ, અનામત બચાવવા અંગેનો ઠરાવ, સહકારી ડેરી ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત દૂધ અને છાશ ઉપર લગાવેલ જીએસટી રદ કરવા અંગેના ઠરાવ જેવા મહત્વના ઠરા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે રક્તદાન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ અંગેની ચર્ચા અને સોશિયલ મીડિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૌધરી સમાજના મહેસાણા જિલ્લામાં 15000 કરતાં વધારે સભ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વધારે સભ્યો જોડાઈ અને ખાસ મહિલા મોરચો પણ સક્રિય બને એ માટે "અર્બુદા મહિલા સેના" ની શરૂઆત કરવામાં આવશે. તેની શરૂઆતમાં મહેસાણાથી 20,000 મહિલા સભ્ય બનાવીને કરવામાં આવશે. તેમજ સર્વેને અપીલ કરવામાં આવી હતી કે પ્રત્યેક સભ્ય સૈનિક સમજીને પોતાની સામાજિક જવાબદારી અને સંગઠનના કામમાં લાગી જાય.

અર્બુદા સેનાનું બંધારણ, ઉદ્દેશ્ય તથા સંગઠન અંગેના ઠરાવ મુજબ યુવાનો તથા બહેનોનો વિશેષ આગ્રહ રાખવામાં આવશે. સભ્યપદ નિઃશૂલ્ક રહેશે. સભ્ય થનારે રજિસ્ટ્રેશન ફોર્મ અને પ્રતિજ્ઞાપત્ર ફરજિયાત ભરવાનું રહેશે.અર્બુદા ના સંગઠન ગુજરાતભરનાં રામાજના તમામ ગામો સુધી વિસ્તરતું જાય છે. આમ છતાં નાનામાં નાનું ગામ પણ સંગઠનથી બાકાત ન રહે એટલું જ નહી પણ સમાજનાં ઘરે ઘર સુધી સંગઠનનો સંદેશ પહોંચી જાય એ માટે પ્રચારતંત્ર ગોઠવવાનું ઠરાવવામાં આવે છે. સેનાનો પ્રત્યેક સૈનિક પોતાની સામાજીક જવાબદારી સમજીને સંગઠનના કામમાં લાગી જાય એવી સર્વને અપીલ કરવામાં આવે છે.

અર્બુદા સેનાનું પુરુષોનું સંગઠન રચાયું છે. એ રીતે સમાજની બહેનોનું પણ 'અર્બુદા મહિલા સેના' ના નામથી એક મજબૂત સંગઠન રચવાનું હરાવવામાં આવે છે. ખાસ કરીને યુવા બહેનો સંગઠન સાથે જોડાય એવા સક્રિય પ્રયત્નો કરવાનું ઠરાવવામાં આવે છે.સહકારથી જ સમૃદ્ધિ ના સૂત્ર સાથે અર્બુદા સમાજની મહિલાઓને સંગઠન સાથે જોડવા માટે "અર્બુદા મહિલા સેના" ની રચના કરવામાં આવશે. આ સૈના મહિલાઓના ઉત્થાન માટેની સ્વતંત્ર પ્રવૃત્તિઓ કરી શકશે, જરૂરિયાત ઉભીથી બંન્ને સંગઠનો સાથે રહીને પણ કામ કરશે. આ બાબતનો નિર્ણય બંન્ને સંગઠનોન રાજ્ય એકમના પ્રમુખ-મંત્રીઓ સાથે મળીને કરશે. ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્યની કારોબારી એમ દરેક સમિતિમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી અને પ્રવક્તાના હોદાઓ રાખવામાં આવશે. રાજ્ય સમિતિમાં જિલ્લાવાર ઉપપ્રમુખો રાખવામાં આવશે.ગ્રામસમિતિ અને હોદ્દેદારો જે તે ગામના સભ્યો નક્કી કરશે. તાલુકા સમિતિ અને હોદ્દેદારો તાલુકાની ગ્રામ સમિતિઓ તેમજ જિલ્લા સમિતિ અને હોદેદારો તાલુકા સમિતિના સભ્યો મળીને બનાવો.

રાજ્યની"અર્બુદા સેનાની" કારોબારી જિલ્લા સમિતિઓના હોદેદારોની બનશે, રાજ્યની સામાન્ય સભા દરેક ગ્રામ સમિતિઓના સભ્યોની બનશે. તમામ સમિતિઓના હોદેદારોની મુદત ૨ વર્ષની રહેશે.અર્બુદા ના આંજણા ચૌધરી સમાજના સંગઠનનું કામ કરશે, સમાજના તમામ ક્ષેત્રોમાં નિષ્ઠાવાન, પ્રમાણિક, નેતાગીરી ઉભી કરી અને એના ઘડતરનું કામ કરશે.જાહેર જીવનમાં સમાજની અસ્મિતા જળવાય એ માટે યુવા પેઢીને જાગૃત રાખવાનું કામ કરશે. અર્બુદા સેના કોઈ પણ પ્રકારનું કાયમી ભંડોળ ઉભુ નહી કરી, સમયે સમયે થતા પ્રાસંગિક ખર્ચાઓ જરૂરિયાત પૂરતા દાન-ફંડમાંથી નિભાવી. અર્બુદા સેના કોઈપણ પ્રકારની સ્થાવર કે જંગમ મિલ્કત વાવો નથી. પરંતુ જરૂરિયાત ઉભી થાશે તો કાયમી કાર્યાલયોની વ્યવસ્થા કરશે. અર્બુદા સેનાના તમામ નિર્ણયો શુ ચર્ચા વિચારણાને અંતે સર્વાનુમતે કરવામાં આવશે.અર્બુદા રોના માનવતાની પ્રવૃત્તિઓ તથા કુદરતી આપત્તિઓ પ્રસંગ સેવાકાર્યમાં અગ્રેસર રહેશે.

(12:14 am IST)