Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ડ્રસ અને દારૂ થી ખદબદતા ગુજરાતમા કાયદો અને વ્યવસ્થા ખોરવાતા ગુહમંત્રી રાજીનામુ આપે : મહિલા કૉંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મર

જો ગુહમંત્રી રાજીનામુ નહીં આપે તો કૉંગ્રેસ પક્ષ રાજીનામુ લેવા માટે આંદોલન કરશે તેવી ચિમકી આપી

( ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૨૯

     ડ્રસ અને દારૂ થી ખદ બદતા ગુજરાતના ગુહમંત્રી રાજીનામુ આપે તેવો આકોશ પ્રદેશ મહિલા કૉંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે  વ્યક્ત કર્યો છે.

     સૌરાષ્ટ્- ગુજરાત  નહીં પરંતુ દેશ ને હચ મચાવતી ઘટના કે બોટાદ જિલ્લા ના રોજીદ ગામે લઠ્ઠાકાંડ માં 45 આસ પાસ વ્યક્તિ મૃત્યુ પામ્યા છે  તે ખરે ખર શરમ જનક બાબત ગણાય ત્યારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમરે જણાવેલ હતું કે ગુજરાત માં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ છે અને દારૂ પીને ગુજરાત થયું ખોખરૂં અને પાયમાલ થઈ રહ્યું છે ગુજરાત ના ગામો માં બેફામ દારૂ વેચાય છે ગાંધી ના ગુજરાત માં બેફામ દારૂ મળે.અને લઠ્ઠાકાંડ માં 45 આસ પાસ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે ગુજરાત ના ગુહ મંત્રી રાજીનામુ આપી દેવું જોઈએ જો ગુહમંત્રી રાજીનામુ નહીં આપે તો કૉંગ્રેસ પક્ષ રાજીનામુ લેવા માટે આંદોલન કરવું પડશે.તેવી ચિમકી આપી છે.

   પ્રદેશ મહિલા કૉંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે  લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને સાત્વના પાઠવી અને  દુઃખદાયક ઘટના  અંગે દુઃખ વ્યક્ત કરેલ હતું.

(9:49 am IST)