Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

પ્રધાનમંત્રી કા ખાસ, અપનો સા અહેસાસ

રાજકોટ : જે હૃદયમાં વસી ગયા હોય અને જેને જોઇને હૃદયમાં આનંદ જ થાય. જેને દિલથી બાંધેલા હોય એવા સંબંધનું પ્રતિક એટલે મિત્રતા. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને ગુજરાતના પૂર્વ કેબીનેટ મંત્રી ઇફકોના ચેરમેનશ્રી દિલીપ સંઘાણી વચ્‍ચે દાયકાઓથી દ્રઢ દોસ્‍તી છે. આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાબર ડેરીના કાર્યક્રમમાં બન્‍ને મળ્‍યા ત્‍યારે વડાપ્રધાને તેના ખભા પાસે હાથ રાખીને વાતચીત કરેલ. શ્રી મોદી જાહેર કાર્યક્રમમાં કોઇ સાથે આવો ઉમળકો બતાવે તેવું જવલ્લેજ બનતુ હોય છે. આ દ્રશ્‍યોનો અર્થ છે, બન્‍ને સમર્થ છે. યહ બંધન તો સ્‍નેહ કા બંધન હૈ, પ્રેરના કા સંગમ હૈ..

(11:06 am IST)