Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

અમદાવાદમાં સંતશ્રી ગાડગે બાબા ચોક અંબુજા સ્‍કુલમાં વિનામૂલ્‍યે મેડિકલ કેમ્‍પ યોજાયો

રાજકોટ : સંત શ્રી ગાડગેબાબા ચોક અંબુજા સ્‍કૂલ, બાપુનગર ખાતે આજે સંત શ્રી ગાડગે બાબા દર્દી સેવા સમિતિ દ્વારા ફ્રી મેડિકલ આયુર્વેદિક અને હોમિયોપેથીક મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો અને આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે આપણા ગુજરાત રાજ્‍યના પૂર્વ ગળહ મંત્રી અને હાલ ભાજપના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઈ ઝડફિયા અને એન્‍કાઉન્‍ટર સ્‍પેશિયાલિસ્‍ટ પૂર્વ ડીવાયએસપી તરૂણભાઈ બારોટ અને ડો.હસમુખ ભાઈ સોની ચેરમેન ડૉ. આયુર્વેદિક બોર્ડ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત બાપુનગર વોર્ડ તેમજ સરસપુર રખિયાલ વોર્ડના મ્‍યુનિસિપલ કાઉન્‍સીલરો મુકેશભાઇ પટેલ (ટ્રસ્‍ટી અંબિકા પ્રાથમિક શાળા) કેતનભાઇ શાહ (આચાર્ય-અંબુજા હાઇસ્‍કુલ) ને આમંત્રણ પાઠવાયું હતું.

નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર જિલ્લા આયુર્વેદ અધિકારી અમદાવાદના માર્ગદર્શનથી સરકારી આયુર્વેદ અને હોમિયોપેથીક દવાખાના દ્વારા તા. ર૬ ને મંગળવારે આ વિનામૂલ્‍યે મેગા આયુષ નિદાન સારવાર કેમ્‍પનું આયોજન કરાયું હતું. સંતશ્રી ગાડગેબાબા દર્દી સેવા ટ્રસ્‍ટ, મા સેવા ટ્રસ્‍ટ (રાજેશભાઇ શાહ) ના સહયોગથી યોજાયેલ કેમ્‍પમાં સરકારી આયુષ દવાખાનાના વિવિધ રોગના વૈદ્યો-તબીબોએ સેવા આપી હતી. આ કેમ્‍પમાં તમામ પ્રકારના રોગોના નિદાન અને સારવાર માસિક સંબંધી રોગો સફેદ પાણી પાડવું. ડાયાબિટીસ અને જીવનશૈલીની સંબંધિત રોગો, પાચન સંબંધી રોગો (અજીર્ણ, એસીડીટી), લોહીની ઉણપ તથા અન્‍યસ્ત્રીઓના રોગો, ચામડીના રોગો, સાંધાના દુઃખાવા, વા ના રોગો, બાળકોનાં રોગો યોગી નિદર્શન અને માર્ગદર્શન, સ્‍વસ્‍થ જીવન શૈલી- દિનચર્ચા, ઋતુચર્ચા અંગે માર્ગદર્શન રસોડા-ઘર આંગણાની ઔષધીય વનસ્‍પતિઓ અંગે માર્ગદર્શન/ પ્રદર્શન ચિકિત્‍સા નિદર્શન અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

(11:06 am IST)