Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ગાય માતાને રાષ્‍ટ્ર માતાના બિરૂદની માંગ સાથે હજારો યુવાનોની ગાંધીનગર સુધી રેલી

વેરાવળ, તા.૨૯: ગાય માતાને રાષ્‍ટ્ર માતા તરીકે બિરૂદ મળે તે માટે ૧૮ માસથી દીલ્‍હીમાં ઉપવાસ ઉપર યુવાન બેઠો છે અનેક રાજયો દ્રારા વિધાનસભામાં બિલ પાસ કરી કેન્‍દ્રમાં મોકલવામાં આવેલ છે પણ ગુજરાત સરકારે હજુ સુધી કોઈપણ કાર્યવાહી ન કરતા સોમનાથના ભાલકા મંદિરેથી ગાંધીનગર સુધીની પદયાત્રા કાઢવામાં આવશે જેમાં હજારો યુવાનો જોડાશે.

ધર્મરક્ષા રાષ્‍ટ્રીય એકતા ફોજના અર્જુન આંબલીયા મુળ દ્રારકાના રહેવાસી જે પપ૮ દિવસ ૧૮ માસથી દિલ્‍હી જંતર મંતરમાં ઉપવાસ ઉપર બેઠા છે તેને બીડુ ઝડપેલ છે કે જયાં સુધી ભારત સરકાર ગાય માતાને રાષ્‍ટ્ર માતા જાહેર ન કરે ત્‍યાં સુધી લડત ચાલુ રાખશે તેના માટે કૃષ્‍ણ ભગવાન સ્‍વધામની ભુમી ભાલકા મંદિરેથી ગાંધીનગર સુધીની પદયાત્રા તા.૩૧ જુનાઈના રોજ શરૂ કરાશે. આ પદયાત્રા ૧૩ દિવસની રહેશે જેમાં અનેક જગ્‍યાએ જાહેરસભાઓ કરવામાં આવશે રાત્રી રોકાણ દરમ્‍યાન ગામડાઓમાં પણ ઝુંબેશ ચલાવવામાં આવશે ગીર સોમનાથ જીલ્લામાં ગામડે ગામડે મીટીંગો થઈ રહેલ છે સંતો મહંતો સહકાર આપી રહેલ છે હજારો યુવાનો ઘરબાર છોડીને ગાય માતા માટે કામ કરી રહેલ છે.

સત્તા ઉપર રહેલ ભાજપ કોઈ જવાબ દેતું નથી ભુતકાળમા મોટરસાઈકલ રેલી, દ્વારકાથી દીલ્‍હી સુધી પદયાત્રા અનેક રજુઆતો કરેલ છે જયારે વિરોધપક્ષના રર ધારાસભ્‍યોએ રાષ્‍ટ્ર બિરૂદ મળે તે માટે સંમતી પત્ર આપેલ છે આમ આદમી પાર્ટી મોટા પાયે સમર્થન કરી તેવા અપેક્ષા યુવાનોએ રાખેલ છે.

(11:31 am IST)