Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ચેર વનસ્‍પતિના પર્યાવરણ મહત્‍વ અંગે ગાંધીનગર ખાતે રાષ્‍ટ્રીય પરિષદ યોજાઇ

રાજકોટ તા. ર૯ : સમગ્ર વિશ્વમાં મેન્‍ગુવ-ચેર વનસ્‍પતિના સંરક્ષણ માટે તા.ર૬ જુલાઇના આંતરરાષ્‍ટ્રીય ચેર દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા દરિયા કિનારે ઉગતી મેન્‍ગુવ-ચેર વનસ્‍પતીના પર્યાવરણ અને સંરક્ષણના મહત્‍વ અંગે જાગૃતિ લાવવાના ઉદેશથી બે દિવસીય રાષ્‍ટ્રીય વર્કશોપનું આયોજન મહાત્‍માં મંદિર, ગાંધીનગર ખાતે કરાયુ હતું.

જીઇસી દ્વારા આયોજીત કોસ્‍ટલઝોન મેનેજમેન્‍ટ પોલીસી ટુ એકશન કોન્‍ફરન્‍સ અંતર્ગત મેન્‍ગુવ-સંરક્ષણ અને પોલીસી ફ્રેમ વર્કના નિર્દેશન દરમ્‍યાન બોટનીકલ એડવાન્‍સ એસોસીએશન ગુજરાતના સર્વે કારોબારી સભ્‍યો તથા તજજ્ઞો દ્વારા મેન્‍ગુવ-ચેર વનસ્‍પતિના સંરક્ષણ હેતુ જે પ્રયાસો પર્યાવરણ સુરક્ષાના પ્રયત્‍નો હાથ ધરી શકાય તે માટેના સુચનો અને માર્ગદર્શિતા તૈયાર કરી જીઇસીના સેક્રેટરી મહેશ સીંગને સુપ્રત કરવામાં આવેલ.

આ તબકકે બાગના પ્રેસીડેન્‍ટ એન.કે. પટેલ(પાટણ), ડો.બી.એ. જાડેજા (પોરબંદર), ડો. અલ્‍પના શુકલ (અમદાવાદ), ડો. ધર્મેન્‍દ્ર શાહ (બરોડા), ડો.નરશી પટેલ(તલોદ), ડો. એસ.કે. પટેલ(ગાંધીનગર), ડો.પી.કે. પટેલ (ગોધરા), ડો. રાજેશ રવૈયા (જુનાગઢ), ડો. કલ્‍પેશ સોરઠીયા (ભુજ) તથા એમ.એન્‍ડ એન. વિરાણી સાયન્‍સ કોલેજના બાયોલોજી વિભાગના અધ્‍યક્ષ ડો. રીનાબેન દવેએ પર્યાવરણ જાગૃતિ અંગેના રાષ્‍ટ્રીય પરિષદમાં સક્રિય ભુમીકા ભજવી હતી અને મેન્‍ગુવ-ચેર વનસ્‍પતીના જતન માટે ઉપયોગી સુચનો કર્યા હતા તેમ ડો.રીનાબેન દવેની યાદીમાં જણાવાયું છે.

(1:45 pm IST)