Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

‘‘આપ''નું સંગઠન વધુ મજબૂત બનાવવા વધુ ૧૦૦૦ થી વધુ હોદેદારોની વરણી

ટૂંક સમયમાં વધુ નિમણુંકો કરાશેઃ ગોપાલ ઇટાલિયાની જાહેરાત

રાજકોટ તા. ર૯: આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબુત બનાવવા માટીે ૧૦૦૦ થી વધુ હોદેદારોની વરણી કરવામાં આવી હોવાનું પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્‍યું છે.

ગુજરાતમાં તબકકાવાર આમ આદમી પાર્ટી એ બે યાદી જાહેર કયાૃ બાદ આજરોજ ૧૦૦૦થી વધુ પદાધિકારીઓની ગુજરાત પ્રદેશ સંગઠનની ત્રીજી યાદી બહાર પાડી છે. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્‍યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખુબ જ મજબૂતાઇથી આગળ વધી રહી છે. આવનારા દિવસોમાં હજી એક યાદી બહાર પડશે અને એમાં પણ ઘણા કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પ્રદેશ લેવલથી લઇને લોકસભા, તાલુકા અને જિલ્લા લેવલ સુધી કાર્યકર્તાઓને અલગ અલગ પદ પર નિમણુંકો આપીને કાર્યક્ષમ અને એક સક્ષમ માળખાનું નિર્માણ કર્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયના સ્‍ટેટ ઓફિસ સેક્રેટરી તરીકે અનુપ શર્મા, સ્‍ટેટ ઓફિસ જોઇન્‍ટ સેક્રેટરી તરીકે ભાવેશભાઇ પટેલ, શ્રમિક વિંગના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઇ વ્‍યાસ, ‘આપ' મીડિયા ડિપાર્ટમેન્‍ટના મીડિયા કોર્ડિનેટર તરીકે સુકન રાજની નિમણુંક કરવામાં આવી છે.

આ સિવાય આમ આદમી પાર્ટીનો પક્ષ રાખવા માટે અને આમ આદમી પાર્ટીના વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટીના પ્રવકતા તરીકે યોગેશ જાદવાણી, રાકેશ હિરપરા, વિક્રમ દવે, કરશન બાપુ, ભીમાભાઇ ચૌધરી, સાગર રબારી, કૈલાશ ગઢવી, ગૌરી દેસાઇ, પ્રવીણ રામ, અજિત લોખીલ, જયેશ સંગાડા, ધર્મેશ ભંડારી, ઉમેશ મકવાણા, પાયલ સાકરિયા, પ્રણવ ઠકકર, લતા ભાટિયા, હિમાંશુ ઠકકર, પુનિત જુનેજા, ડો. કરન બારોટ, મિહીર પટેલ, નીતિન બારોટ, પરાગ પંચાલ, જયેશભાઇ પટેલ, પાયલ પટેલ, ડી.ડી. ઝાલા, રીતુ બંસલ, શીતલ ઉપાધ્‍યાય, કામિની પ્રજાપતિ, ડો. ઇશાન ત્રિવેદી, રાજલ લાંબા અને ઉર્વશી મિશ્રાને જવાબદારી સોંપવામાં આવી છે.

(3:49 pm IST)