Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

સોમવારથી અમદાવાદમાં ‘‘મેગા કલા પ્રદર્શન''

કલાગુરૂ શ્રી રવિશંકર રાવળના જન્‍મોત્‍સવ નિમિતે ચાર દિવસીય આયોજનઃ વરિષ્‍ઠ કલાકારોની કલા પ્રદર્શિત થશેઃ રસ ધરાવતાઓને પ્રદર્શન નિહાળવા ગુજરાત આર્ટ સોસાયટી અને રાજય લલિતકલા અકાદમીનું આહવાન

રાજકોટ તા. ર૯: કલાગુરૂ શ્રી રવિશંકર રાવળના ૧૩૧મા જન્‍મોત્‍સવ નિમિતે ૧ ઓગસ્‍ટના શ્રી હર્ષ સંઘવી, ગૃહ, રમત ગમત તેમજ યુવા સેવા સાંસ્‍કૃતિક પ્રવૃત્તિના મંત્રી ગુજરાત રાજયના હસ્‍તે કલા પ્રદર્શનો પ્રારંભ કરાશે.

અતિથિ વિશેષ તરીકે જાગૃેત પટેલ જાણીતા આર્કિટેકટ અમદાવાદ તેમજ સુરેન્‍દ્રભાઇ પટેલ (વિશાલા) ગુજરાત આર્ટ સોસાયટીના અધ્‍યક્ષ તેમજ વરિષ્‍ઠ કલાકાર વૃંદાવન સોલંકી, ગુજરાત રાજય લલિત કલા અકાદમીના સચિવ ટી. આર. દેસાઇ ઉપસ્‍થિત રહેશે.વરિષ્‍ઠ અને આમંત્રિત કલાકાર અમિત અંબાલાલ, અમૃત પટેલ, અનંત મેહતા, અપૂર્વ દેસાઇ, અરવિંદ પટેલ, ભાનુ શાહ, ભરત પંચાલ, ભારતી પ્રજાપતિ સી. ડી. મિષાી, દેવાંગ વ્‍યાસ, એસ્‍થર ડેવિડ, નટુ પરીખ, નટુ મિષાી, નવિન ઢગત, નયના સોપારકર, રતિલાલ કાસોદરિયા, શારદા પટેલ, શ્‍વેતા પરિખ, સુરેન્‍દ્ર પટેલ, સુરેશ શેઠ તેમજ વિનોદ રાવલ પણ ઉપસ્‍થિત રહેશે.ગુજરાત આર્ટ સોસાયટી તેમજ ગુજરાત રાજય લલિતકલા અકાદમીના સંયુકત ઉપક્રમે ગુજરાતના ૧રપ થી વધારે જેટલા સમકાલીન કલાકારો દ્વારા કલાગુરૂની સ્‍મૃતિમાં એક ભવ્‍ય પ્રદર્શનનું આયોજન અમદાવાદની રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં યોજાશે. આ પ્રદર્શન તા. ૧ થી ૪ ઓગસ્‍ટ ર૦રર સુધી સાંજના ૪ થી ૮ કલાક દરમિયાન કલાકાર, કલા રસિક તેમજ આમ જનતા માટે ખુલ્લું રહેશે.

પ્રદર્શનની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં થઇ રહી છે. સોસાયટી હોદેદારો અધ્‍યક્ષ વૃંદાવન સોલંકી અમદાવાદ, પ્રમુખ ગગજી મોણપરા જામનગર, સેક્રેટરી ઉમેશ કયાડા રાજકોટ, ખજાનચી ચંદ્રકાંત પ્રજાપતિ સુરત, તેમજ સંવાહક કૃષ્‍ણ પડિયા પ્રદર્શનને સફળ બનાવવા કાર્યરત છે. આ પ્રદર્શનનું સંચાલન અમદાવાદના ચિત્રકાર મિલન દેસાઇ તેમજ ચિત્રકાર મનહર કાપડીયા, કા આચાય, સી.એન. કોલેજ ઓફ ફાઇન આર્ટ્‍સ દ્વારા થઇ રહ્યું છે. ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાંથી કલાકારોને આમંત્રણ આપી આ પ્રદર્શન યોજાઇ રહ્યું છે. ગુજરાત આર્ટ સોસાયટી દ્વારા તેમના પ્રથમ વાર્ષિક સમકાલીન કલા પ્રદર્શનમાં વરિષ્‍ઠ કલાકારોથી લઇને યુવા તેમજ વિદ્યાર્થી કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

(3:55 pm IST)