Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ઓગસ્‍ટનું પહેલુ અઠવાડીયુ નારી વંદન ઉત્‍સવ : રાજ્‍યભરમાં વિવિધ કાર્યક્રમો

૧ થી ૭ ઓગસ્‍ટ અલગ -અલગ થીમ ઉપર ઉજવણી

ગાંધીનગર,તા. ૨૯ : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્‍યભરમાં ૧ થી ૭ ઓગસ્‍ટ સુધી નારી વંદન ઉત્‍સવ મનાવવામાં આવશે. આ ઉત્‍સવમાં અલગ અલગ થીમ ઉપર કાર્યક્રમ કરવામાં આવશે.

રાજ્‍ય સરકારના પ્રવકતા અને મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવેલ કે ૧ ઓગસ્‍ટના રોજ મહિલા સુરક્ષા દિવસ ઉજવાશે. જેમાં મહિલાઓને કાયદાકીય જાગરૂકતા, સાઇબર ક્રાઇમ, શી ટીમ તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્‍પલાઇન નિદર્શન, કાયદાકીય અને યોજનાઓ અંગે જાગૃતતાને લઇને સેમીનાર આયોજીત કરાશે. સ્‍વબચાવના પ્રદર્શન સુરક્ષા સેતુ દ્વારા કરાશે.

જ્‍યારે ૨ ઓગસ્‍ટે બેટી બચાઓ-બેટી પઢાઓ દિવસ નિમિતે જીલ્લા સ્‍તરે વિશેષ ઉપલબ્‍ધી મેળવનાર મહિલાઓનું સન્‍માન કરાશે. ઉપરાંત માનસીક સ્‍વાસ્‍થ્‍ય, બ્રેસ્‍ટ ફિડીંગ સપ્તાહ અંગે જાગૃતતા કાર્યક્રમ કરાશે. પ્રોત્‍સાહીત કરનાર યોજનાઓ અને કૌશલ્‍યવધર્ન કેન્‍દ્રોમાં કાર્યક્રમ યોજાશે. જ્‍યારે ૭ ઓગસ્‍ટે મહિલા અને બાળ સ્‍વાસ્‍થ્‍ય દિવસ અન્‍વયે જાગરૂકતા શિબીર, મહિલા રોગ નિદાન કેમ્‍પ, આંગણવાડી કેન્‍દ્ર અને પૌષ્‍ટીક વ્‍યંજનોનું નિદર્શન અને રસોઇ શો જેવા કાર્યક્રમ યોજાશે. 

(3:56 pm IST)