Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

અમદાવાદ એરપોર્ટ પર મોદીનું સ્‍વાગતઃ સાંજે આંતરરાષ્‍ટ્રીય બુલીયન એક્ષચેંજ લોકાર્પણ

રાજકોટઃ દેશના વડાપ્રાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ગાંધીનગરના ગીફટ સીટી ખાતે ૪ વાગ્‍યે યોજાયેલ કાર્યક્રમમાં હાજરી આપવા અમદાવાદ બપોરે એરપોર્ટ પર આવી પહોંચતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, રાજયપાલ આચાર્યા દેવવ્રતજી, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ વગેરેએ તેમનું સ્‍વાગત કર્યુ હતું. પ્રધાનમંત્રી ભારત આંતરરાષ્‍ટ્રીય નાણાકીય સેવા કેન્‍દ્રો (IFSCS) માં નાણાકીય ઉત્‍પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્‍થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર, આંતરરાષ્‍ટ્રીય નાણાકીય સેવા કેન્‍દ્રો ઓથોરિટી (IFSCA) ના મુખ્‍યાલયની ઇમારતનો શિલાન્‍યાસ કરશે. આ બિલ્‍ડીંગને આઇકોનિક સ્‍ટ્રકચર તરીકે પરિકલ્‍પના કરવામાં આવી છે, જે અગ્રણી આંતરરાષ્‍ટ્રીય નાણાકીય કેન્‍દ્ર તરીકે GIFT IFSC ની વધતી જતી વિશેષતા અને કદને પ્રતિબિંબિત કરે છ.ે પ્રધાનમંત્રી GIFT-IFSC માં ભારતનું પ્રથમ આંતરરાષ્‍ટ્રીય બુલિયન એકસચેન્‍જ, ઇન્‍ડિયા ઇન્‍ટરનેશલ બુલિયન એકસચેન્‍જ લોન્‍ચ કરશે.

(4:36 pm IST)