Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

જે ડીવાઇએસપી દ્વારા બોટાદ બદલી થવા સાથે જ રાજીનામું આપેલ, રાજીનામું મંજુર થયેલ એ અધિકારી છુટ્ટા થવાના બે દિવસ પહેલા સસ્‍પેન્‍ડ

લઠ્ઠાકાંડમાં સ્‍ટેન્‍ડ અચાનક બદલાયું તેની ભીતરમાં મોદીજીની ગુજરાત મુલાકાત કારણભૂત બની પડદા પાછળની કથા : રાજકોટ એસીબી ફરજ બજાવી ગયેલા એસ.કે.ત્રિવેદીને હવે સ્‍વૈછિક નિવૃતિના આનંદને બદલે આહવા ડાંગના ધક્કા ખાવા પડશે

રાજકોટ તા.૨૯: રાજય સરકારે બોટાદ જિલ્‍લા અને અમદાવાદ જિલ્લામાં સર્જાયેલ કેમિકલયુકત ઝેરી શરાબને કારણે સર્જાયેલ મોટી જાનહાનિમાં અચાનક સ્‍ટેન્‍ડ બદલી બે એસપીની બદલી અને બે સહિત ૪ને સસ્‍પેન્‍ડ કરવાના મામલામાં વડા પ્રધાનશ્રી મોદીના આગમન સમયે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દેકારો ન મચાવે અને વડાપ્રધાન આવડી મોટી ઘટના પગલે શું કાર્યવાહી કરી? તેવા સવાલ ઉઠાવે તો શું? બસ આ એક માત્ર વિચારથી હાઇ લેવલે તાકીદની બેઠક કરી ઓર્ડર કર્યાનું ચર્ચા છે.

સર્વ પ્રથમ ફકત બદલી સસ્‍પેન્‍ડ ઓર્ડર બાદ વિધિવત રીતે અમદાબાદ રૂરલ એસપી વીરેન્‍દ્ર યાદવને કમાન્‍ડન્‍ટ મેટ્રો સિકયોરિટીની નોન કેડર પોસ્‍ટ પર અને બોટાદ એસપી કરણરાજ વાઘેલાને કમાઉન્‍ડન્‍ટ પ્રોટેકશન ઓફ ગર્વમેન્‍ટ પ્રોપર્ટી તરીકે સતાવાર હુકમ કર્યો.

આ ઓર્ડર પાછળ એક અન્‍ય બાબત પણ છુપાયેલ છે. જે જાણી ખૂબ આર્ય થયા વગર નહીં રહે બોટાદના ડીવાઇએસપી તરીકે જેમની જવાબદારી ગૃહ મંત્રાલય દ્વારા નક્કી કરી સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે, તે કિસ્‍સો ખાસ જાણવા લાયક છે.

 આપણે વાત કરવી છે. મૂળ બનાસ કાંઠા સૂઇ ગામના શૈક્ષણિક રીતે મોટું નામ ધરાવતા પરિવારના અને બોટાદના તત્‍કાલીન ડીવાયએસપી એસ.કે.ત્રિવેદીની, રાજકોટ એસીબીમાં ફરજ બજાવી ગયેલ, આ અધિકારીની બોટાદ બદલી થયેલ તે સમયે જ તેઓ દ્વારા કોઇ સંકેત હોય કે બીજી બાબત તેઓ દ્વારા નોકરીમાંથી સ્‍વૈછિક રીતે રાજીનામું આપી દિધેલ, તેમનું રાજીનામું મંજુર પણ થયેલ અને આવતીકાલે તો તેવો નોકરીમાંથી રાજીખુશીથી નિવૃત થવાના હતા, જોકે તેમના માટે કંઇક અલગ નિર્ર્માણ થયેલ હશે એટલે નિવૃતીના બે દિવસ પહેલા જ તેઓ ફરજમુકત કરવામાં આવ્‍યા, તેઓની ફરજ મોકુફી દરમિયાન એસપી ડાંગ આહવા કચેરી નક્કી કરવામાં આવી છે, તેમ ગૃહ મંત્રાલયના નાયબ સચિવ નિકુંજ જાનીની સહીથી નીકળેલ ઓર્ડરમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યાનું સૂત્રો જણાવે છે.

(4:43 pm IST)