Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

એની જાળમાં માત્ર ગુજરાત નહિ દેશભરના લોકો ફસાતા ફરિયાદોનો ધોધ વહેલ

...એ આરોપી અંગે નેશનલ સાયબર ક્રાઇમ રીપોર્ટીંગ પોર્ટલ પર ચેક કરતા જ પોલીસ કમિશનર અજયકુમાર તોમર અને એસીપી સાયબર ક્રાઇમ યુવરાજસિંહ ગોહિલ ચોંકી ઊઠયા હતા... : ક્રીપ્‍ટો કરન્‍સીની લાલચમાં ફસાવવાનાં આરોપસર મૂળ ભાવનગર પંથકના શખ્‍સને મહારાષ્‍ટ્ર પહોંચી સુરત સાયબર ક્રાઇમ ટીમે ઝડપેલ શખ્‍સને દેશના વિવિધ રાજયોથી પોલીસ શોધી રહી છે

રાજકોટ તા.૨૯: માત્ર ગુજરાત નહિ દેશભરમાં વિવિધ રાજયોમાં જેમના સામે ક્રિપ્‍ટો કરન્‍સી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપીંડી કરવાનો આરોપ અને ફરિયાદ છે તેવા મૂળ ભાવનગર પંથકના શખ્‍સને પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર, એડી.સી.પી શરદ સિંઘલ, ડીસીપી રૂરલ સોલંકીના માર્ગદર્શનમાં પુણે મહારાષ્‍ટ્રથી સુરત સાયબર ક્રાઇમના એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમ દ્વારા શરૂ થયેલ પુછપરછમં ચોંકાવનારી હકીકત ખુલવા પામી છે, ઉકત બાબતે ‘અકિલા' સાથેની વાતચીતમાં સુરત એસપી સાયબર ક્રાઇમ દ્વારા રસપ્રદ વિગતો આપવામાં આવી હતી.

યુવરાજસિૅહ ગોહિલ દ્વારા વિશેષમાં જણાવેલ કે, પોલીસ કમિશનર અજયકુમાર તોમાર સાથે પરામર્શ કરી નેશનલ સાયબર ક્રાઇમ રિર્પોટીંગ પોર્ટલ ચેક કરવામાં આવતા ગુજરાતમાં ૪ આંધ્રપ્રદેશમાં પંજાબમાં ૧, ઉતર પ્રદેશમાં ૧, તેલંગણા ૧, મળી દેશના વિવિધ રાજયોમાં કુલ ૯ ફરિયાદ દાખલ થયેલ છે. આરોપીના સાથીઓની પણ મહત્‍વની ભુમિકા ખુલ્‍લી હતી.  આરોપી દ્વારા બેંકમાં જમાં થયેલ ૧૦૦ ટકા રકમ બેંક અકાઉન્‍ટમાં ફ્રીજ કરાવવામાં પણ પોલિસને સફળતા મળી હતી. જેમની તપાસ દરમિયાન ભૂમિકા બહાર આવી છે તેવા રાહુલ રાઠોડ અને ઓમકાર સોનવણેને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યા છે.

(4:45 pm IST)