Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

મહેસાણા તાલુકામાં બે સંતાનની માતાને ફિનાઈલ પીવડાવી નરાધમ શખ્સે હત્યાનો પ્રયાસ કરતા અરેરાટી મચી જવા પામી

મહેસાણા: તાલુકાના ગામડામાં રહેતી બે સંતાનની માતાને મોટીદાઉના એક શખસે તેના પતિ અને બે બાળકોને જાનથી મારી નાંખવાની ધમકી આપી  તેણીને અમદાવાદ, શીરડી અને ખેડાના મલાતજ લઈ જઈને તેને ૨૫ દિવસ સુધી દારૃ પીવડાવી અર્ધભાન અવસ્થામાં રાખી હતી.ત્યારબાદ પરત લાવ્યા બાદ પીલુદરા જતા રસ્તે રેલવે ફાટક નજીકના તળાવ પાસે હત્યા કરવાના ઈરાદે ફીનાઈલ પીવડાવી તળાવમાં ધક્કો મારીને નાસી ગયો હતો.પશુપાલકોએ પરિણીતાને બહાર કાઢ્યા બાદ તેણીને સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

મહેસાણા તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની ૩૧ વર્ષિય પુત્રવધુ માનસી (નામ બદલેલ છે)ના મોબાઈલ ઉપર મોટીદાઉના પ્રજ્ઞોશ ગોવિંદભાઈ પટેલે ફોન કરીને ધમકી આપીને કહેલ કે,તું મારી સાથે નહીં આવે તો તારા બે બાળકો અને પતિને જાનથી મારી નાંખીશ. જેથી પરિણીતા ઘરમાં કોઈને કહ્યા વિના તા.૧-૭-૨૦૨૨ના રોજ સવારે રીક્ષામાં બેસીને મહેસાણા આવી હતી.જયાંથી ગાડીમાં બેસીને બન્ને ખેડાના મલાતજ ગયા હતા અને ત્યાંથી બીજા દિવસે સુરત જઈને બસમાં શેરડી ગયા હતા.

(5:50 pm IST)