Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

સુરતમાં રખડતા ઢોરને પકડી આર.એફ.આઈ.ડી ચિપ લગાવવાનું કામકાજ શરૂ કરવામાં આવતા માલધારી સમાજે વિરોધ દાખવ્યો

સુરત: મ્યુનિ.માં રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા માટે આર.એફ.આઈ.ડી. ટેગ લગાડવા માટે કામગીરી થઈ રહી છે. પશુપાલકો પશુમાં ચીપ લાગે તે માટે આગળ આવતા નથી પરંતુ પાલિકા તંત્રએ રખડતા ઢોર પકડાય તેને પકડીને ચીપ લગાવવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરીનો માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે માલધારી સમાજ દ્વારા પાલિકા કમિશ્નરને આવેદનપત્ર આપીને ચીપને બદલે અન્ય વિકલ્પ માટેની માગણી કરી છે. સુરત મ્યુનિ. તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વખતથી રખડતા ઢોર પકડાય તો તે ઢોરમાં આર.એફ.આઈ.ડી. ચીપ મુકી દેવાની કામગીરી કરવામાં આવે છે. આ ચીપથી રખડતા ઢોરની સમસ્યામાં ઘટાડો થશે અને પશુ ગણતરીમાં પણ સરળતા રહી શકે તેમ છે. જોકે, આ પ્રકારની કામગીરી થતી પશુપાલકો ગભરાયા છે અને આ કામગીરીનો વિરોધ કરી રહ્યાં છે. આજે માલધારી સમાજ દ્વારા પાલિકા કમિશ્નરને આવેદન આપી આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પશુઓના ડોક્ટર અનુપસ્થિતિમાં બેલદાર દ્વારા ચીપ અને ટેગ લગાવવાની કામગીરી કરવામાં આવે છે તેવો આક્ષેપ કરતાં કહ્યું હતું. આ કામગીરીને પગલે પશુઓને વેદના થઈ રહી છે. તેથી આ પ્રકારની કામગીરી બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે. 

(5:51 pm IST)