Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાદરમાં ઓચિંતાના દરોડા પાડી 1.34 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી

વડોદરા: લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરાની ટીમે પાદરા ખાતેની સાંગમાં કેનાલ પાસે વોચ ગોઠવી રૂપિયા 1.34 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડી દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે ચોક્કસ માહિતી મળી હતી કે ,સફેદ કલરની અલ્ટો કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સમીયાલા થી પાદરા થઈ મંજુસર તરફ જઈ રહ્યો છે. જે આધારે પોલીસે સાંગમાં કેનાલ પાસે વોચ ગોઠવી બાતમી મુજબની કારને અટકાવી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કાર ચાલક ભૂપેન્દ્રસિંહ કલ્યાણસિંહ સિસોદિયા ( રહે - રાજસ્થાન ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી રૂપિયા 1.34 લાખની કિંમત ધરાવતી 28 પેટી માંથી 1344 પાઉચ મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ ફોન અને કાર સહિત 3,39,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે આરોપીએ કબુલાત કરી હતી કે ,આ દારૂનો જથ્થો રાજસ્થાનના રહેવાસી લાલસીંગ ચૌહાણે ભરી આપ્યો હોય પાદરા જંબુસર રોડ ખાતે લાલસીંગના કહેવાથી ડિલિવરી કરવાની હતી.

(5:52 pm IST)