Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

રાત્રીના સમયે રિક્ષામાં ફરી કારમાંથી સાયલન્સરોની ચોરી કરનાર વડોદરાના ત્રણ શખ્સોને પોલીસે રંગે હાથે દબોચ્યા

વડોદરાઃ શહેરના જુદાજુદા વિસ્તારોમાં રાતે રિક્ષામાં ફરીને કારના સાયલન્સરો ચોરી કરી ગેરેજોમાં વેચી દેતા રિક્ષાચાલક તેમજ બે ગેરેજવાળાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતાં ૩૨ સાયલન્સર ચોરીનો ભેદ ખૂલ્યો છે. ગોરવા,લક્ષ્મીપુરા,ફતેગંજ,જવાહર નગર તેમજ અન્ય વિસ્તારોમાં ઇકો કારમાંથી સાયલન્રોની ચોરીના બનાવો બનતાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી ડી એસ ચૌહાણે ટીમોને વોચ રાખવા સૂચના આપી હતી.જે દરમિયાન એક ટીમે છાણી વિસ્તારમાંથી એક રિક્ષાચાલકને સાયલન્સર તેમજ પકડ-પાના સાથે ઝડપી પાડયો હતો. અનિલ ધનજીભાઇ ડાભી(સરદાર પટેલ હાઇટ્સ,સમતા)ની પૂછપરછ દરમિયાન તે રિક્ષામાં ફરીને રાતે સાયલન્સરો ચોરતો હોવાની કબૂલાત કરી હતી.આ સાયલન્સરો ગેરેજોમાં આપતો હોવાની કબૂલાત કરતાં પોલીસે નવાયાર્ડમાં ગેરેજ ધરાવતા સિરાજ ગુલામભાઇ શેખ (વુડાના મકાનમાં,પાણી ની ટાંકી,છાણી)ને ત્યાંથી ચાર સાયલન્સર કબજે કર્યા હતા.પોલીસે આણંદ-ભાલેજ રોડ પર ગેરેજ ધરાવતા સલિમ ગુલામનબી વોરા( કોહિનુર સોસાયટી, ભાલેજ રોડ)ને પણ તેના તબેલા અને ગેરેજમાંથી ત્રણ સાયલન્સર કબજે કર્યા હતા.પોલીસની તપાસમાં કુલ ૩૨ સાયલન્સર ચોરીના  ભેદ ખૂલ્યા છે.

(5:52 pm IST)