Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

અમદાવાદના મેઘાણીનગરમાં દસ લાખનું દહેજ લાવવા પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: મેઘાણીનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ રામેશ્વર ખાતે રહેતી ૩૪ વર્ષીય પરિણીતાએ તેના પતિ અને સાસરિયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોઁધાવી છે. જેમાં તેેણે આક્ષેપ કર્યો છે કે તેના પતિ અને સાસરિયાઓએ તેને પિયરમાંથી ૧૦ લાખનું દહેજ લાવવા માટે દબાણ કર્યું હતું. જે ન લાવતા સાસરિયાઓએને તેને માર મારીને ધમકી આપી હતી કે જો દહેજ નહી લાવે તો પિયરમાં સંબઘ રાખવા નહી દઇએ. બાદમાં પરિણીતાને બે વર્ષની દીકરી સાથે ઘરેથી કાંઢી મુકવામાં આવી હતી. મેઘાણીનગર રામેશ્વર ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતી ધારા શીહોરાએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ગત જુલાઇ ૨૦૧૮માં તેના લગ્ન શાહપુર સોસાયટી દુધેશ્વર રોડ પર રહેતા  વિનોદ શીહોરા સાથે થયા હતા. બંનેના આ બીજા લગ્ન હતા. લગ્ન બાદ થોડા મહિના સુધી લગ્ન જીવન યોગ્ય રીતે ચાલતુ હતુ. લગ્ન બાદ સામાજીક પ્રસંગે ધારાબેન તેમના પિયરમાં આવતા જતા હતા. ઘારાની સાસરીમાં સાસુ, સસરા, નણંદ, દિયર અને દેરાણી હતા.  જો કે થોડા સમય બાદ બધાનું વર્તન બદલાવા લાગ્યું હતુ અને નાની નાની બાબતોમાં ભુલ કાઢીને પરેશાન કરતા હતા. તો બીજી તરફ વિનોદે ધારાને સાસરીમાંથી ૧૦ લાખ રૂપિયાનું દહેજ લઇ આવવા માટે કહ્યું હતું. પરંતુ, તેના ભાઇની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે દહેજ આપી શકે તેમ ન હાવાથી ધારાએ ના પાડતા વિનોદે તેને કહ્યું હતું કે તારા પિયરમાંથી દહેજ આવ્યું નથી જેથી તું ત્યાં સંબધ નહી રાખી શકે. જો ત્યાં સંબધ રાખવો હોય તો ૧૦ લાખ રૂપિયા લાવવા પડશે. તેને આ બાબતે માર પણ મારવામાં આવતો હતો. જેથી તે કંટાળીને પિયરમાં રેહેવા માટે જતી રહી હતી.જો કે તેના દિયરનું અવસાન થતા ફરીથી પિયરમાં ગઇ હતી. જો કે બાદમાં પણ સતત માંગણી ચાલુ રહી અને તેને બે વર્ષની દીકરી સાથે કાઢી મુકી હતી અને છુટાછેડાની માંગણી કરતા છેવટે ધારાએ મેઘાણીનગર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:52 pm IST)