Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

શ્રાવણ મહિનાનો પ્રારંભ : વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં શ્રાવણ મહિનાના પહેલા દિવસથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

અનેક શિવ ભક્તો હાંસલપુર આવેલા શેરેશ્વર મહાદેવના ચાલતા દર્શન કરવા માટે ગયા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : શ્રાવણ સુદ-૧ને શુક્રવારથી  કાર્તિકી વિક્રમ સંવત ૨૦૭૮ના દિવસથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવતા શ્રાવણ મહિનાનું શિવ ભક્તિ માટે અનેરૂ મહત્વ છે ત્યારે વિરમગામ શહેર સહિત સમગ્ર વિરમગામ પંથક, અમદાવાદ જીલ્લામાં શ્રાવણ મહિનાના પહેલા દિવસથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે અને અનેક ભક્તિઓ શિવજીના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.. ભોળાનાથના ભક્તો દ્વારા અનાજનું દાન તથા ભુદેવને યથાશક્તિ દક્ષીણા આપવામાં આપવામાં આવશે.  વિરમગામના સિધ્ધનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ હરિ હર મહાદેવ, જાળનાથ મહાદેવ, હાંસલપુરના સેરેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં શ્રાવણ મહિનાના પહેલા દિવસથી ભક્તો શિવ ભક્તિમાં લીન બન્યા છે. શ્રાવણ મહિનામાં અનેક શિવભક્તો દ્વારા ઉપવાસ કરવામાં આવ્યા અને વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યુ છે. શ્રાવણ મહિનાના પહેલા દિવસે વિરમગામ થી અનેક શિવ ભક્તો હાંસલપુર આવેલા શેરેશ્વર મહાદેવના ચાલતા દર્શન કરવા માટે ગયા હતા.

(6:14 pm IST)