Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

તિસ્તા સેતલવાડ-શ્રીકુમારની જામીન અરજીનો ચુકાદો ફરી મુલતવી રખાયો:કાલે સેશન્સ કોર્ટ આપશે નિર્ણય

ગુજરાતને બદનામ કરવાના આરોપ હેઠળ તીસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમાર અત્યારે કસ્ટડીમાં

અમદાવાદ :  ગુજરાતને બદનામ કરવાના આરોપ હેઠળ તીસ્તા સેતલવાડ અને આર.બી .શ્રીકુમાર અત્યારે કસ્ટડીમાં છે. તેમણે જામીન માટે અરજી કરી છે. એ અરજી અંગેનો ચૂકાદો આજે આવવાનો હતો પરંતુ આજે વધુ એક વખત જામીન અરજીનો ચુકાદો મુલતવી રાખવામાં આવ્યો છે જોકે, કાલે એટલે કે, શનિવારે સેશન્સ કોર્ટ ચુકાદો સંભળાવશે

સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરીની અરજી ફગાવી દેતા જે અધિકારીઓ અને વ્યક્તિઓના નિવેદનના આધારે SIT અને અન્યો સામે તપાસ નિષ્પક્ષ નહી હોવાના આક્ષેપો થયા હતા તેમની સામે ફરિયાદ નોંધવી જોઈએ એવી ટકોરના બીજા જ દિવસે ગુજરાત પોલીસે પગલાં લેવાના શરુ કર્યા હતા. સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે આવા આક્ષેપો કરનારા પોલીસ અધિકારીઓ સંજીવ ભટ્ટ અને આર બી શ્રીકુમાર તથા ઝાકિયા જાફરીના કેસમાં સહઅરજદાર એવા સોશિયલ એક્ટીવીસ્ટ તીસ્તા સેતલવાડ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કેસ દાખલ કર્યો હતો જે બાદ તીસ્તા સેતલવાડ અને આર.બી. શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમાર પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત રમખાણના કેસમાં ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની પણ ધરપકડ કરવામાં આવી હતી.

(7:11 pm IST)