Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર :વધુ આઠ પશુઓના મોત: કુલ મૃત્યુઆંક 33

આજે 27 ગામોમાં 324 પશુઓ લમ્પી વાયરસ સંક્રમિત થયા:અત્યાર સુધી જિલ્લામાં કુલ 1934 પશુઓમાં લમ્પી વાયરસ મળ્યો

અમદાવાદ : રાજયમાં પશુઓમાં ફેલાઇ રહેલા લમ્પી વાયરસનો કહેર બનાસકાંઠામાં  પણ યથાવત છે. જેમાં આજે આઠ પશુઓના મોત થયા છે. તેમજ જિલ્લામાં કુલ મૃત્યુઆંક 33 થયો છે. જેમાં આજે 27 ગામોમાં 324 પશુઓ લમ્પી વાયરસ સંક્રમિત થયા છે. તેમજ અત્યાર સુધી જિલ્લામાં કુલ 1934 પશુઓમાં લમ્પી વાયરસ મળી આવ્યો છે. તેમજ અત્યાર સુધી 9 તાલુકામાં 165 ગામના પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થયા છે. તેમજ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા આજે 81 ગામોમાં પશુઓને રસીકરણ કરાયુ છે. જેમાં પશુપાલન વિભાગ દ્વારા લમ્પી વાયરસને અટકાવવા પુરજોશમાં કામગીરી ચાલુ છે.

(9:06 pm IST)