Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

હું કોંગ્રેસમાં જવું તો પહેલી શરત દારૂબંધી માટેની વાત કરીશ: વિધાનસભામાં બિલ લાવવાની વાત કરીશ : શંકરસિંહ વાઘેલા

બાપુએ કહ્યું- હું ગુજરાતના લોકોનો અભિપ્રાય લેવાનો છું. પોલિટિક લોકો, અધિકારીઓ ભ્રષ્ટ છે. જે પાર્ટીના વડાઓ બુટલેગરો હોય, બેન્કના ફ્રોડ કરતા હોય ત્યાં અન્ય પ્રત્યે શું આશા રાખવી ?

ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા છેલ્લા કેટલાય સમયથી સક્રિય રાજકારણથી દૂર જોવા મળી રહ્યા છે. પરંતુ હવે જ્યારે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે બાપુ સક્રિય બન્યા છે. બાપુએ પોતાના નિવસ્થાને પોતાના જુના કાર્યકરોને હાજર રહેવા જણાવ્યુ હતું.

બાપુએ પોતાના કાર્યકર્તાઓને સંબોધન કરતા જણાવ્યુ હતું કે છેલ્લા1 વર્ષ થી રાજ્યમાં પોલિટિકલ શૂન્યાવકાશ થયો છે. રાજકીય ક્રાઇસીસ જેવી પરિસ્થિતી લાગી રહી છે. થોડા સમય પહેલા પ્રજા શક્તિ પાર્ટી નું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.  પરંતુ આગળ કોઈ સક્રિય કાર્યવાહી થઈ શકી ના હતી. હવે આ પોલિટિકલ શૂન્યાવકાશ માં શુ કરવું તે મારા કાર્યકરો પૂછતાં હતા તે માટે આ સંમેલન બોલાવ્યું છે.

હમણાં જ જે ઘટના બની તે જોતા કાયદા ની પરિસ્થિતિ કથળી છે. બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોત થયા છે.  રાજ્યમાંથી દારૂબંધી કાઢી નાખવી જોઈએ. તંતરૂપર બળાપો ઠાલવતાં જણાવ્યુ હતું કે પોલીસને સસ્પેન્ડ કર્યા તેના બદલે કેબિનેટ ને સસ્પેન્ડ કરવી જોઈએ. જો રાજ્યમાં થી દારબંધી કાઢી નાખવામાં આવે તો સરકારની તિજોરી માં કરોડો રૂ. આવશે.

હું ગુજરાતના લોકોનો અભિપ્રાય લેવાનો છું. પોલિટિક લોકો, અધિકારીઓ ભ્રષ્ટ છે. જે પાર્ટીના વડાઓ બુટલેગરો હોય, બેન્કના ફ્રોડ કરતા હોય ત્યાં અન્ય પ્રત્યે શું આશા રાખવી ?  આગામી દિવસમાં શુ કરાય તે માટે આજે મિટિંગ બોલાવી છે. પાર્ટીના વડાઓની અંદર-અંદર ફિક્સિંગ હોય ત્યારે અહેમદ પટેલ સાથે અગાઉ મિટિંગો કરી હતી. કોંગ્રેસના લોકો સાથે વાત ચાલતી હતી તે દરમિયાન અહેમદ પટેલ નું અવસાન થયું અને વાત અટકી ગઈ.

ગુજરાત ની બહાર ગમેત્યા જાવ ત્યા દારૂ મળે છે. અહીં ખોટી નીતિઓથી આ દારૂબંધી સફળ નથી થઈ. પૂર્વની પટ્ટીમાં લોકોને રોજીરોટી મળે.. પણ તેના માટે બિલ લાવવું જોઈએ. અહેમદ પટેલના સ્વર્ગ વાસ પછી હવે શુ કરવું તે નક્કી કરવામાં આવશે.  હું કોંગ્રેસમાં જવું તો પહેલી શરત દારૂબંધી માટેની વાત કરીશ.  વિધાનસભામાં બિલ લાવવાની વાત કરીશ.

રેવડી નીતિ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું, ભાજપે 15 લાખ આપવાની વાત કરી હતી. મેનિફેસ્ટો દરેક પાર્ટીના હોય છે. ઇલેક્શન કમિશને નક્કી કરવું જોઈએ.  મેનિફેસ્ટો માટે ચોક્કસ નિયમો હોવા જોઈએ.

રાજ્યમાં ઝડપાયેલ ડ્રગ અંગે તેમણે કહ્યું હતું ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં કરોડો રૂ. નું ડ્રગ્સ પકડાયુ છે. આ ડ્રગ ક્યાથી આવે છે. કોના ઇશારે આવે છે.

તો રાજ્યમાં મોંઘા શિક્ષણ બાબતે પણ તેમણે જણાવ્યુ હતું કે, રાજયના બાળકોને ફ્રી એજ્યુકેશન આપો. આજે વધતી મોંઘવારીમાં બાળકોને ભણાવવા એ સૌથીમોટો ખર્ચ છે. તોબીજી બાજુ તેમણે મેડિકલ ફ્રી કરવ ઉપર ભાર મૂક્યો હતો.

(9:32 pm IST)