Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

વડાપ્રધાનના મોદીના હસ્તે ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને NSE IFSC-SGX કનેક્ટનનું લોકાર્પણ

સોનું ભારતમાં મહિલાઓની આર્થિક શક્તિનું મહત્વનું કેન્દ્ર છે. ગિફ્ટ સિટી સાથે સામાન્ય માનવીની આકાંક્ષાઓ જોડાયેલી છે.

ગાંધીનગર : પીએએમ મોદીએ જણાવ્યું કે ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ જઈ રહ્યું છે. સોનું ભારતમાં મહિલાઓની આર્થિક શક્તિનું મહત્વનું કેન્દ્ર છે. ગિફ્ટ સિટી સાથે સામાન્ય માનવીની આકાંક્ષાઓ જોડાયેલી છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત હવે યુએસ, યુકે, સિંગાપોરની હરોળમાં ઉભુ છે. ઈન્ટીગ્રેશન અત્યારે મહત્વનો વિષય બન્યો છે. ગ્લોબલ માર્કેટ અને ગ્લોબલ સપ્લાય ચેનલ મહત્વનું બન્યું છે. ત્યારે ગિફ્ટ સિટી આ ઈન્ટિગ્રેશનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

ભવિષ્યની મોટી સંભાવના અને તકો માટે આપણે તૈયાર રહેવું જોઈએ. ભારતની ઓળખ માર્કિંગ મેકરની પણ હોવી જોઇએ અને આ એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ગોલ્ડ સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રી, જ્વેલર્સને વિસ્તાર કરવામાં મદદ કરશે. નવા અવસરનો રસ્તો ખૂલશે. તેઓ સીધાજ બુલિયન ખરીદી શકશે અને ઇન્ટનરનેશનલ પ્રાઇસ ડિસ્કવરીમાં ભાગ લઇ શકશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે ગિફ્ટ સીટી એ દેશનું સ્વપ્ન છે. અને તે સાકાર થઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે કહ્યું કે ગિફ્ટ સીટી આગામી દિવસોમાં ગોબલ સેન્ટર બનશે. બુલિયન એક્સચેન્જમાં ગુજરાતને આગવું સ્થાન મળશે.

 

(9:41 pm IST)