Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

રાષ્ટ્રપતિ માટે અશોભનીય શબ્દો બાબતે કોંગી નેતા વિરુદ્ધ રાજપીપળા ગાંધીચોક ખાતે BJP દ્વારા વિરોધ : આવેદન

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય શબ્દો બાબતે કોંગી નેતા  વિરુદ્ધ રાજપીપળા ગાંધીચોક ખાતે BJP વિરોધ પ્રદશન સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ તરીકે એન.ડી.એ.ના ઉમેદવાર અને આદિવાસી મહિલા દ્રોપદી મુર્મુજી નો ભવ્ય વિજય થયો છે, ભારતીય જનતા પાર્ટીએ દેશનું સર્વોચ્ચ પદ આપીને આદિવાસી સમાજને મોટું ગૌરવ આપ્યુ છે . આઝાદીના ૭૫ વર્ષ બાદ પ્રથમ વાર વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં એક આદિવાસી મહીલાને દેશનું સર્વોચ્ચ પદ મળ્યું છે જે આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત છે . જેને બિરદાવાને બદલે કોંગ્રેસ પક્ષના નેતા અધીરંજન ચૌધરી એ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને માટે રાષ્ટ્રપત્નિ તરીકે અશોભનીય શબ્દોનો ઉપયોગ કરીને ઇરાદા પૂર્વક અપમાનીત કર્યા છે, દ્રૌપદી મુર્મુજી વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તે ખરેખર સમગ્ર આદીવાસી સમાજનું અપમાન છે , તેમજ લોકતંત્રના જનક એવા ભારત દેશના ઉચ્ચ ગરિમા ધરાવતા પદનું અપમાન છે તેમજ સમગ્ર દેશની મહિલાઓનું અપમાન છે . દેશ ભરના આદિવાસી સમાજની લાગણી દુભાઇ છે માટે રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જેમની જાહેરમાં માફી માંગે અને તેમની સામે કાયદાકીય પગલાં લેવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

(10:31 pm IST)