Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

તિલકવાડા પોલીસે જુગારધામ પર રેડ કરી રૂ.૭૨,૭૭૦ નાં મુદ્દામાલ સાથે ૧૨ શખ્સોને ઝડપી લીધા,૪ વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દાજીપૂરા ગામની પંચાયત પાસે જુગાર રમતા શખ્શોને પોલીસે મુદામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર તિલકવાડા પોલીસે બાતમીના આધારે અધુરી દાજીપુરા ગામમાં પંચાયત ઘરની બાજુમાં ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમી રમાડતા શખ્સોની અંગ ઝડતી માંથી રોકડા રૂ.૮૦૭૦/- તથા દાવ ઉપરના ૨,૭૦૦ મળી જુગારના રોકડા રૂ.૧૦, ૭૭૦તથા  મોબાઇલ ફોન નંગ-૦૬  કિ.રૂ૧૨,૦૦૦ તથા  મો.સા. નં.૨ કિ.રૂ.૫૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૭૨,૭૭૦ નાં મુદ્દામાલ સાથે (૧) મુકેશભાઈ નટુભાઈ ભીલ રહે.અધુરી દાજીપુરા તા.નસવાડી જી.છોટાઉદેપુર (૨) ઉકેડભાઈ કાનજીભાઈ ભીલ,રહે.અધુરી દાજીપુરા તા.નસવાડી જી.છોટાઉદેપુર(૩) અમૃતભાઈ ભયલાલ ભાઈ ભીલ,રહે.અધુરી દાજીપુરા તા.નસવાડી જી. છોટાઉદેપુર (૪) વિજયભાઈ શંકરભાઈ તડવી રહે. લાછરસ તા.સંખેડા જી.છોટાઉદેપુર(૫) કાંતીભાઈ શાંતીભાઈ તડવી,રહે.અધુરી દાજીપુરા તા.નસવાડી જી.છોટાઉદેપુર(૬) મનહરભાઈ ગણપતભાઈ  તડવી રહે.અધુરી દાજીપુરા તા.નસવાડી જી.છોટાઉદેપુર (૭) મંગળદાસ સોમાભાઈ ભીલ,રહે.અધુરી દાજીપુરા તા.નસવાડી જી.છોટાઉદેપુર(૮) હનિફભાઈ આદમભાઈ વોરા પટેલ,રહે. ચામેઠા તા.નસવાડી જી.છોટાઉદેપુર (૯) જશવંતભાઈ નાગજીભાઈ ભીલ,રહે. ચામેઠા તા. નસવાડી જી.છોટાઉદેપુર (૧૦) રમેશભાઈ નટુભાઈ બારીયા,રહે. કોઠીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર (૧૧) નવીનભાઈ ભગુભાઈ તડવી,રહે. ચામેઠા તા.નસવાડી જી.છોટાઉદેપુર(૧૨) મનહરભાઈ રણછોડભાઈ તડવી રહે. કોઠીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર નાઓએ ઝડપી પાડયા હતા જ્યારે (૧૩) દિનેશભાઈ બચુભાઈ તડવી રહે. કોઠીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર (૧૪) ભીખુભાઈ નરોત્તમભાઈ તડવી રહે. અધુરી દાજીપુરા તા.નસવાડી જિ.છોટા ઉદેપુર (૧૫) ગોપાલભાઈ સોમાભાઈ તડવી રહે. અધુરી દાજીપુરા તા.નસવાડી જિ.છોટાઉદેપુર (૧૬) પ્રભાતભાઈ ભીલ  રહે.પરવાન તા.સંખેડા જિ.છોટાદેપુર નાઓ નાશી જતા વોન્ટેડ જાહેર કરાયા છે .

(10:42 pm IST)