Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

નર્મદા સુગર નાં કર્મચારીઓને ચોમાસાની ઋતુમાં વધતા રોગચાળા અને કોરોના બાબતે આરોગ્ય કવચ અપાયું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : દેશ અને દુનિયામાં હવે દિવસે દિવસે રોગચાળો વધી રહ્યો છે. કોરોના એ ત્રણ વર્ષથી આખી દુનિયાને બાનમાં લીધી હવે માંડ શાંત પડ્યો ત્યાં મંકીપોક્ષ, સ્વાઈન ફલૂ એ માથું ઉચક્યું, પશુઓને પણ લમ્પી વાયરસે છોડ્યા નથી ત્યારે આવા વાતવરણ માં સુરક્ષિત રહેવા તબીબો પણ રસીઓના ડોઝ લઈને કામગીરી કરી રહ્યા હોય માટે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ અને MD નરેન્દ્રભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નર્મદા સુગરમાં કામ કરતા તમામ કર્મચારીઓનાં સવસ્થ્યની ચિંતા કરી કોરોના નો બુસ્ટર ડોઝ આપવાનું નક્કી કર્યું અને આરોગ્ય વિભાગને જાણ કરતા આરોગ્ય વિભાગની ટીમે સુગર ફેક્ટરી ખાતે જઈ તમામ કર્મચારીઓને બુસ્ટર ડોઝ આપ્યો હતો.  
નર્મદા સુગર(ધારીખેડા) ખાતે કર્મચારીઓ તથા પરિવાર જનોને કોવિડ બૂસ્ટર ડોઝ થી વંચિત ન રહે માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 307 લોકોને કોવીડ વેકશીંન નો ત્રીજો ડોઝ આપવામાં આવ્યો જેમાં ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, MD નરેન્દ્રભાઈ પટેલ ભાસ્કરભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને મેડિકલ ટીમ હાજર રહ્યા હતા. સાથે સાથે કર્મચારીઓને અન્ય કોઈ આગરોગ્ય નિદાન ની જરૂર હોય તો તેની પણ ચકાસણી કરવામાં આવી હતી

(10:44 pm IST)