Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

નર્મદા જીલ્લામાં 2022 નાં વર્ષમાં પોલીસે દેશી દારૂના ૧૧૩૯ તેમજ ભઠ્ઠીના -૧૬૨ કેસ દાખલ કર્યાં

દુષણ ફેલાવતા અસામાજીક તત્વો ઉપર સખ્ત કાર્યવાહી કરતી નર્મદા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રશાંત સુંબે,પોલીસ અધિક્ષક , નર્મદાનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખી અસરકારક કામગીરી કરી આવી પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા નર્મદા જીલ્લા પોલીસ દ્વારા સતત કાર્યશીલ રહી દારૂની પ્રવૃતિને નેસ્તો - નાબુદ કરવાની કામગીરી કરેલ છે . નર્મદા જીલ્લો મોટાભાગે આદિવાસી જીલ્લો હોવાના કારણે પ્રજામાં જાગૃતિ લાવવા સારૂ તેમજ દારૂના વ્યસનને ત્યજી દેવા માટેના સેમીનાર તેમજ હોર્ડીગ્સ પણ લગાડવામાં આવેલ છે . દારૂની પ્રવૃતિ રોકવા સારૂ નર્મદા જીલ્લા પોલીસ દ્વારા સને -૨૦૨૧ ના વર્ષમાં ( જુલાઇ માસ સુધીના ) કુલ -૧૭૦૨ કેસો શોધી કાઢવામાં આવેલ હતા . જે પૈકી ઇંગ્લીશ દારૂનાકુલ -૧૧૭ , દેશી દારૂના કુલ -૧૨૨૦ તેમજ ભઠ્ઠીના -૩૧ , તથા અન્યના કુલ -૩૩૪ શોધી કાઢવામાં આવેલ . તેમજ ચાલુ વર્ષ ૨૦૨૨ માં ( આજદિન સુધીના ) કુલ -૧૮૮૧ કેસો શોધી કાઢવામાં આવેલ છે . જે પૈકી ઇંગ્લીશ દારૂના કુલ -૧૪૬ , દેશી દારૂના કુલ -૧૧૩૯ તેમજ ભઠ્ઠીના -૧૬૨ , તથા અન્યના કુલ -૪૩૪ શોધી કાઢવામાં આવેલ હાલમાં ડી.જી.પી. ગાંધીનગરનાઓ દ્વારા સ્પેશીયલ પ્રોહીબીશન ડ્રાઇવ ચાલતી હોય અને આ ડ્રાઇવમાં જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દારૂની બદી રોકવા માટે સતત રેઇડો કરી કેસો શોધી કાઢવા માટે પેટ્રોલીંગ કરી કેસો કરવામાં આવેલ છે . તેમજ પોલીસ અધિક્ષક નર્મદાનાઓના કડક સુચના અનુસંધાને જીલ્લાના નામી - અનામી બુટલેગર્સ ઉપર વોચ તથા ખાનગી બાતમીદારો મારફતે બાતમી મેળવી સતત રેઇડો કરવામાં આવે છે . તેમજ છેલ્લા ૪૮ કલાકમાં નર્મદા પોલીસ દ્વારા કુલ -૧૦૫ થી પણ વધુ પ્રોહીબીશના કેસો શોધી કાઢી દારૂને લગતી સાધન સામગ્રી કબજે કરી બુટલેગર્સને અટક કરવામાં આવેલ છે . આમ નર્મદા પોલીસ સતત બુટલેગર્સ ઉપર સતત વોચ તથા ખાનગી બાતમીદારોથી બાતમી હકીકત મેળવી સતત રેઇડો કરી તેમની આવી પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવા તત્પર છે .

(10:46 pm IST)