Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

તિલકવાડાનાં પહાડ ગામનો 19 વર્ષીય યુવરાજ 22 દિવસથી ગુમ થતાં અનેક તર્ક વિતર્ક

જિલ્લા પોલીસ અધિક્ષક ને મદદ કરવા અપીલ : લેખિત રજુઆત કરી દીકરો શોધી આપવા માંગ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :તિલકવાડાના પહાડ ગામે રહેતા  જગદીશભાઈ બારીયા ખેતી કામ કરી પોતાના પરીવાર નું ગુજરાન ચલાવે છે. જેમના બે સંતાનો પૈકી મોટો 19 વર્ષીય દીકરો યુવરાજ જગદીશભાઇ બારીયા  ઘરેથી  કામે જાઉં છું એમ કહીને ઘરેથી નીકળેલો. પરંતુ.મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા. પરિવારે શોધખોળ કરી  ત્યારે તો તેનો ક્યાંયે પત્તો ન લાગતાં આસપાસ નાં ગામોમાં પણ તેની તપાસ કરવા છતાં આજદિન સુધી તેની કોઈ ભાડ નાં મળતા આખરે પિતા જગદીશભાઈ બારીયા એ પોલીસ અધિક્ષક નર્મદા, ડીવાયએસપી કેવડિયા, તિલકવાડા પોલીસ સ્ટેશન તમામ જગ્યા એ લેખિત અરજી આપી પોતાના પુત્ર યુવરાજને શોધવા આજીજી કરી  છે.  રહસ્ય મય રીતે ગુમ થયેલા આ યુવાનને સોધવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:47 pm IST)