Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

ગુજરાતમાં ધાડ, લૂંટ, ઘરફોડ કરતી ગેંગ ઝડપાઇ: એક કરોડ રૂપિયાની ચોરીના કર્યા મહત્વના ખુલાસા

પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, લેપટોપ, મોબાઈલ ફોન અને પીકઅપ ટેમ્પો મળી 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ 13 સંડોવણીખોરોના નામ ખોલી વોન્ટેડ જાહેર કર્યા

અમદાવાદ : રાજ્યમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓ અને વાહન ચોરીકરતી આંતરરાજય ગેંગ ના ત્રણ સભ્યોને ગોધરા દાહોદ હાઇવેના ગઢચુંદડી પાસેથી દબોચી લેવામાં પંચમહાલ એલસીબીને મોટી સફળતા મળી છે.

મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના કાકડવા ગામની ખૂંખાર ગેંગ તરીકે ઓળખાતી ગેંગના ઝડપાયેલા સભ્યોની પોલીસે કરેલી પૂછપરછ દરમિયાન પંચમહાલ, ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ શહેર અને ગ્રામ્ય, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, ખેડા, ભરૂચ, મોરબી સહિતના જિલ્લામાં નોંધાયેલા 20 અને અનડિટેકટ 11  ગુનામાં અંદાજીત એક કરોડ રૂપિયાની ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના, લેપટોપ, મોબાઈલ ફોન અને પીકઅપ ટેમ્પો મળી 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ 13 સંડોવણીખોરોના નામ ખોલી વોન્ટેડ જાહેર કર્યા છે.

(1:07 am IST)