Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

તિથલ બીચ ઉપર સહેલાણીઓના અવરજવર ઉપર બે દિવસ માટે પ્રતિબંધ રહેશે

નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂતે બે દિવસ માટે તિથલ બીચ ઉપર સહેલાણીઓની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવી જિલ્લા પોલીસ વડા તેમજ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટને જરૂરી કાર્યવાહી કરવા કહેણ

(કાર્તિક બાવીશી દ્વારા )હવામાન ખાતાની આગાહી અનુસાર વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સાથે ભારે પવન ફુંકાવવાની શક્‍યતા રહેલી છે. વલસાડ શહેરની નજીક દરિયા કિનારે ગુજરાતના પ્રસિધ્‍ધ પ્રવાસન સ્‍થળ તિથલ ખાતે દિવસ દરમિયાન સહેલાણીઓની મોટા પ્રમાણમાં અવર-જવર રહેતી હોય છે. સંભવિત ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાના કારણે કોઇ દુર્ઘટના ના ઘટે એ અંગેના આગોતરા આયોજનના ભાગરૂપે તિથલ બીચ ઉપર આવતા સહેલાણીઓની અવર જવર ઉપર તા.૩૦/૦૯/૨૧ અને તા.૦૧/૧૦/૨૧ એમ બે દિવસ માટે જાહેર હિતમાં પ્રતિબંધ મુકવા સ્‍ટેટ ડિઝાસ્‍ટર કંટ્રોલ રૂમ, ગાંધીનગર તરફથી ટેલિફોનિક સુચના મળી છે. જે ધ્‍યાને લઇ નિવાસી અધિક કલેક્‍ટર એન.એ.રાજપૂતે ઉક્‍ત બે દિવસ માટે તિથલ બીચ ઉપર સહેલાણીઓની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવી જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્‍યું છે.

(7:57 pm IST)