Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

પોલીસ વિભાગને ગ્રેડ-પે અને અન્ય સુવિધાઓનો લાભ આપવા BTTS અને આમુ સંગઠને કલેકટર ને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ વિભાગને ગ્રેડ-પે અને અન્ય સુવિધા ઓનો લાભ આપવા નર્મદા BTTS અને આમુ સંગઠને આજરોજ નર્મદા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું

 આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાજ્યના વિવિધ કર્મચારી મંડળો પોતાની માંગણી માટે આંદોલનો કરી શકે છે . અને ગુજરાતના વિવિધ વિભાગોમાં થતા શોષણ સામે લડવા વિવિધ યુનિયનો બનાવવામાં આવેલ છે . પરંતુ પોલીસનું યુનિયન નહી હોવાને કારણે તેમની માંગણી તરફ સરકારે ધ્યાન આપ્યું નથી,ગુજરાતના અન્ય કર્મચારી મંડળોની જેમ ગુજરાત પોલીસ કર્મચારીઓને પણ સેવાઓ આપવામાં આવે એવી આવેદનપત્ર માં માંગ કરવામાં આવી છે જેમા ગુજરાત રાજયના એ.એસ. આઈ,હેડ કોન્સ્ટેબલ , કોન્સ્ટેબલના ગ્રેડ - પે ખુબ ઓછા છે . જેના બદલે ૪૨૦૦,૩૬૦૦ , ૨૮૦૦ ગ્રેડ પે કરવામાં તેમજ ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવામાં આવે, રાજ્યના પોલિસ કર્મચારીઓ ને અમાનવીય રીતે તેમજ માનવ અધિકારોના હનન મુજબ ૮ કલાકથી વધુ કામ કરાવવામાં આવે છે , તેમાં વધારાના કલાકો માટે અતિરિક્ત ચુકવણું કરવામાં આવે તેમજ ચોમાસા, શિયાળા અને ઉનાળા જેવી તમામ ઋતુ દરમ્યાન શારિરિક સુરક્ષાના પર્યાપ્ત સાધનો ફાળવવામાં આવે, હાલમાં જે રીતે અન્ય સરકારી વિભાગોનાં હિતોની રક્ષા માટે સંગઠનો બનાવવાનો અધિકાર છે તે મુજબ ગુજરાત પોલિસને પણ પોતાનુ યુનિયન,સંગઠનો બનાવવા અધીકાર આપવામાં આવે,ગુજરાતના અન્ય જીલ્લામાં કે અન્ય રાજયમાં તપાસ કે બંદોબસ્તમાં જતા પોલીસ કર્મચારી ઓને સરકારી વાહન તથા સુવિધા આપવામાં આવે અને એમના ભથ્થા ડાયરેક્ટ એમના ખાતામાં જમા કરવામાં આવે ,જ્યારે પણ કોઇ પોલિસ કર્મચારીને ફરજ મુક્ત કરવામા આવે ત્યારે તેમનો સસ્પેનશન સમયગાળો નિશ્ચિત કરવામાં આવે, હાલ ગુજરાત પોલીસ કર્મચારી ઓને દર માસે રૂ .૪૦૦ નું ટ્રાવેલ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવું એલાઉન્સ દર માસે રૂ .૧૫૦૦ આપવું , જેમાં દર પાંચ વર્ષે આ રકમમાં વધારો કરવો, ફિક્સ પગાર પ્રથા નાબુદ કરવામાં આવે તથા સાતમાં પગાર પંચ મુજબ તમામ કર્મચારીઓના પગાર તાત્કાલિક ચુકવણું કરવામાં આવે સહિતની અન્ય માંગણીઓ બાબતે આજરોજ આમું સંઘટન ના પ્રમુખ મહેશભાઈ એસ વસાવા ની આગેવાનીમાં મુખ્યમંત્રી ને સંબોધતુ આવેદનપત્ર કલેકટર, નર્મદા ને આપવામાં આવ્યું હતું.

(10:26 pm IST)