Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

મોટા લીમટવાડા ગામના વળાંકમા બે ટ્રક વચ્ચે અકસ્માત થતા ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના મોટા લીમટવાડા ગામના વળાંકમા એક ટ્રક ચાલકે પુરપાટ ટ્રક હંકારી લાવી બીજી ટ્રક સાથે અકસ્માત કરતા આમલેથા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી મુજબ તારીખ 27.10.21 ના બપોરે 3.30 કલાકે સત્યેંદ્રભાઈ છઠુભાઈ ભારતી રહે.નગાઈ તા.શિશવંત જી.સિવાન (બિહાર) નાએ પોતાના કબજાની અશોક લેલન નં. GJ.18. AZ.1649 ગાડી દારુ પી નશો કરેલી હાલતમાં પુરઝડપે હંકારી લાવી શાંતીલાલ છિંદીયા ભાઈ રાઠવા (,રહે.વાકડીયા, તા.હાલોલ જી. પંચમહાલ )ની હાઈવા ટ્રક નંબર .DD.03.M.9676 સાથે આગળના કેબીનમાં અથાડી એક્સીડંટ કરતા આમલેથા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.

(10:31 pm IST)