Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

આબુ રોડ પર હીટ એન્ડ રન : ૬ અબોલ પશુઓનાં મોતઃ ૫ ઇજાગ્રસ્ત

પાલનપુર, તા.૨૯: બનાસકાંઠામાં પાલનપુર- આબુ રોડ નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે રોડ પરથી પસાર થઇ રહેલા પશુઓના ટોળાને અજાણ્યા વાહનચાલકે અડફેટે લઇ ફરાર થી જતા છ પશુઓના મોત નિપજ્યા હતા જ્યારે પાંચ પશુઓને ઈજા પહોંચી હતી.

પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર આવેલ ઇકબાલગઢ પાસે આજે વહેલી સવારે હિટ એન્ડ રનની આ ઘટના સર્જાઇ હતી. પશુપાલક પશુઓનું ટોળુ લઈને નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે બેફામ રીતે ગાડી લઈને પસાર થઈ રહેલા અજાણ્યા વાહનચાલકે આ પશુઓનાં ટોળાને અડફેટે લીધા હતાં. પશુઓનાં ધણને ગાડી નીચે કચડી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં પાંચ ભેંસો અને એક ગાય સહિત કુલ છ પશુઓનાં ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા. તેમજ અન્ય પાંચ જેટલા પશુઓ ઇજાગ્રસ્ત થયા હતા . જ્યારે પશુપાલન નો આબાદ બચાવ થયો હતો બનાવને પગલે આજુબાજુના લોકો અને અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રોડ પરથી મૃત પશુઓને સાઈડમાં ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.

(3:09 pm IST)