Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

વડોદરાના આજવારોડ વિસ્તારમાં વિદેશી દારૂ સાથે પોલીસે ત્રણ આરોપીને રંગે હાથે ઝડપી પાડયા

વડોદરા: આજવારોડ,જૂનીગઢી તથા બકરાવાડીમાંથી વિદેશી દારૃ સાથે ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડયા છે.પોલીસે દારૃની હેરાફેરી અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બાપોદ પોલીસસ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.ત્યારે કિશનવાડી પાણીની ટાંકી પાસેથી એક વ્યક્તિ હાથમાં વજનદાર થેલી લઇને જતા નજરે પડયો હતો.પોલીસને તેના પર શંકા જતા તેને ઉભો  રાખી નામ પૂછતા તેણે  પોતાનું નામ મંગેશ ઉર્ફે મયૂર અરૃણભાઇ મકવાણા (રહે.સાંનિધ્ય ટાઉનશિપ,આજવારોડ) હોવાનું જણાવ્યું હતું.તેની પાસેની થેલીમાંથી પોલીસને વિદેશી દારૃની ૪ બોટલ કિંમત રૃપિયા બે હજારની મળી આવી હતી.જેથી,પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં સિટિ પોલીસના સ્ટાફે મળેલી માહિતીના આધારે જૂનીગઢી હનુમાનજીના મંદિરની બાજુમાં રહેતા રાજેશ દિનેશભાઇ  ચૌધરીના ઘરેથી વિદેશી દારૃની ૬૭  બોટલ  કિંમત રૃપિયા ૧૩,૪૨૦ નો જથ્થો ઝડપી પાડી હતી.આ દારૃ જૂનીગઢી વિસ્તારમાં રહેતા વિક્કી કહાર પાસેથી લાવ્યો હોવાનું જણાવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

(5:48 pm IST)