Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા આસારામ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરાઈ

કોર્ટે આસારામના લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ અને તેના સ્વાસ્થ્ય અંગેની વિગતો પણ રજૂ કરવા માટે કહ્યું

અમદાવાદ :રેપ કેસમાં સજા ભોગવી રહેલા આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇએ જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આસારામના લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ અને તેના સ્વાસ્થ્ય અંગેની વિગતો પણ રજૂ કરવા માટે કહ્યું છે.

આસારામ સામે ગાંધીનગર ખાતેથી દુષ્કર્મની ફરિયાદમાં આજે તેણે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. જો કે, આસારામની રેપ કેસમાં ગત વર્ષ 2013માં ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેની ઉંમર 82 વર્ષ થઈ છે. જેથી તેમના વર્ષના જૂન મહિનાના હેલ્થ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે કોર્ટે તેમના લેટેસ્ટ રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે.

દેશભરમાં ચર્ચાસ્પદ રહેલા રેપ કેસમાં આસારામ છેલ્લા આઠ વર્ષથી જેલમાં છે, જેથી તેના આરોગ્યની બાબતને આધાર માની જામીન અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટ સમક્ષ આસારામના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, કોવિડ પછી ઉપરાંત અન્ય કેટલીક બીમારીઓ છે. જેલના સમય દરમિયાનમાં કેટલીક વાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આસારામના વકીલ મારફતે એ પણ દલીલ રજુ કરવામાં આવી કે સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે જો કોઇ આરોપી આઠ વર્ષ સુધી જેલમાં રહ્યો હોય, તેના આધારે પણ તેને જામીન આપી શકાય. આ મામલે હવે આગામી 26 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.

(9:19 pm IST)