Gujarati News

Gujarati News

News of Friday, 29th October 2021

જિલ્લામાં હિંસાથી પીડીત કોઇપણ કિશોરી/મહિલાને “સખી” વન સ્ટૉપ સેંન્ટરથી તમામ સુવિધાઓ પૂરી પડાશે: લાભ લેવા જાહેર અનુરોધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ પુરસ્કૃત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા સંચાલીત હિંસાથી પીડીત કોઇપણ કિશોરી /મહિલાને એક જ સ્થળેથી તેને જરૂર હોય તેવી તમામ સુવિધાઓ જેવી કે તાત્કાલિક તબીબી સારવાર, ટુંકાગાળા માટે આશ્રય, કાયદાકીય સલાહ / માર્ગદર્શન, પોલીસની સહાય તથા પરામર્શ (કાઉન્સેલીંગ)ની સેવાઓ તાત્કાલિક ધોરણે પુરી પાડવામાં આવે છે.

 આ યોજનાનો લાભ કુટુંબની અંદર, ખાનગી કે જાહેર સ્થળો પર, સમુદાય સ્તરે અથવા કાર્યના સ્થળે હિંસાનો ભોગ બનેલ કોઇપણ કિશોરી / મહિલા લઈ શકે છે. ખાસ કરીને એવી કિશોરી/ મહિલાઓ કે જેઓ શારિરીક હિંસા, માનસિક હિંસા, જાતિગત હિંસા, ભાવનાત્મક હિંસા, ઘરેલુ હિંસા, જાતિયસતામણી, ડાકણપ્રથા, કિશોરી / મહિલાઓનો અનૈતિક વ્યાપાર કોઇપણ હિંસા કે જેનાથી મહિલાની સુરક્ષાને ભય હોય તેવા કિસ્સા ઓમાં “સખી” યોજના દ્વારા ખાસ સેવાઓ અને સુવિધાઓ એક જ સિંગલ વિંન્ડો (છત્ર) હેઠળ પૂરી પાડવામાં આવે છે. સમાજના તમામ વર્ગો, જાતી, જ્ઞાતિ, ક્ષેત્ર, વૈવાહિક દરજ્જો, શૈક્ષણિક લાયકાત અને સાંસ્કૃતિક તફાવતને ધ્યાનમાં લીધા વગર તમામ કિશોરી / મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ઉપરાંત હિંસાથી અસરગ્રસ્ત મહિલાના તાત્કાલિક બચાવ અને તેને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા માટે ૧૮૧ મહિલા અભયમ હેલ્પ લાઇનની પણ મદદ લેવામાં આવે છે. “સખી” વન સ્ટૉપ સેંન્ટર યોજના- પ્રાંત અધિકારીની કચેરી પાછળ, લાલ ટાવર સામે, રાજપીપળા, જિ. નર્મદા (ફોન નં:૦૨૬૪૦-૨૨૨૩૩૪ )જેનો જરૂરીયાતમંદ બહેનોએ લાભ લેવા નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારી તરફથી જણાવાયું છે

(10:40 pm IST)