Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગાંધીનગર:શેરથા નજીકથી પોલીસે ઘર પાસે સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો બાતમીના આધારે ઝડપી પાડયો

ગાંધીનગર :  જિલ્લામાં ચૂંટણીલક્ષી દારૃની હેરફેર વધી છે ત્યારે મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે. જેને લઇને પોલીસ અને તંત્ર પણ એલર્ટ બન્યું છે શેરથા પાસે ઘર પાસે વાડામાં વિદેશી દારૃનો જથ્થો સંતાડાયેલો હોવાની બાતમીને પગલે પોલીસ ટીમે દરોડો પાડીને દારૃની ૩૬ બોટલ ઝડપી લીધી હતી જો કે, બુટલગેર હાથ આવ્યો ન હતો જેની સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હાલમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પરપ્રાંતમાંથી આવતા દારૃના જથ્થા ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લાના પ્રવેશદ્વારો ઉપર પોલીસ અને તંત્રની ટીમો સતત વાહનચેકીંગ કરીને પરપ્રાંતમાંથી આવતા વાહનો ચકાશી રહી છે તો જિલ્લામાં અગાઉ દારૃ સંબંધિત ગુનાઓમાં પકડાયેલા વ્યક્તિઓની પણ તપાસ થઇ રહી છે ત્યારે અડાલજ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, શેરથા ગામે ઠાકોરવાસમાં રહેતો વિજયજી અરજણજી ઠાકોર તેના ઘર પાસે વાડામાં કાચાછાપરામાં વિદેશી દારૃનો જથ્થો સંતાડયો છે જે બાતમીને પગલે પોલીસ ટીમે દરોડો પાડયો હતો અને વાડામાં સંતાડાયેલી વિદેશી દારૃની ૩૬ બોટલ મળી આવી હતી. જો કે, વિજયજી પોલીસના હાથમાં આવ્યો ન હતો તેની સામે ગુનો દાખલ કરીને શોધખોળ શરૃ કરવામાં આવી છે. ચૂંટણી જાહેર થઇ ત્યારથી અત્યાર સુધી જિલ્લા પોલીસે દેશી-વિદેશી દારૃ સંબંધે ૫૦૦થી વધુ ગુના દાખલ કર્યા છે. 

(5:29 pm IST)