Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

કલોલ તાલુકાના રકનપુર ગામે પાંચ વર્ષીય બાળકી પર ટ્રકના ટાયર ફરી વળતા કમકમાટીભર્યું મૃત્યુ:પરિવારની માથે આભ ફાટ્યું

કલોલ :  તાલુકાના રકનપુર ગામે આવેલ એક કંપનીમાં દંપત્તિ મજૂરી અર્થે ગયું હતું જ્યાં તેમણે પોતાની પાંચ વર્ષની બાળકીને નીચે સુવડાવીને કામ કરી રહ્યા હતા ત્યારે આઇવા ટ્રક ના ચાલકે તેની ટ્રક ગફલત ભરી રીતે હંકારીને બાળકી ઉપર ચડાવી દેતા બાળકીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું બના વગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ શાંતુભાઈ કટારા તેમની પત્નિ તોલીબેન અને પાંચ વર્ષની બાળકી નીતાને લઈને મજૂરી અર્થે કલોલ તાલુકાના રકનપુર ગામે આવેલ આર કે સી ઇન્ફ્રાબીલ્ટ નામની કંપનીમાં આવ્યા હતા જ્યાં પાંચ વર્ષની બાળકીને નીચે સુવડાવીને બંને જણા કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં આવી ચડેલ આઇવા ટ્રકના ચાલકે પોતાની ટ્રક ગફલત ભરી રીતે હંકારીને સુઈ રહેલી પાંચ વર્ષની બાળકી ઉપર ચડાવી દેતા બાળકીનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાળકીને તુરંત કલોલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડોક્ટરે બાળકીને તપાસીને મરણ ગયેલી જાહેર કરી હતી આ બનાવ અંગે પોલીસે વિનોદભાઈ ની ફરિયાદના આધારે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(5:29 pm IST)