Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

વલસાડ સિટી પીઆઇની જુગારિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક : જાહેરમાં વોટ્સએપમાં વરલી મટકાનો જુગાર રમતા પકડ્યા

જુગારિયાઓને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ. 23,380 કબજે કર્યા

વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં જુગારની બદી નાબૂદ કરવા વલસાડ સિટી પીઆઇ વી. ડી. મોરી, હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર, ઇશ્વરભાઇ કોન્સ્ટેબલ રાજકુમાર, કિરીટસિંહ, ભરત વગેરેએ જુગારિયાઓને જૈર કર્યા હતા.
(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ શહેરમાં બેફામ બનેલા જુગારિયાઓ પર વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક સિટી પોલીસે કરી છે. આ વખતે પોલીસે તિથલ રોડ પર જાહેરમાં મોબાઇલથી વોટ્સેપમાં વરલી મટકાનો જુગાર રમતા જુગારિયાઓને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ. 23,380 કબજે કર્યા છે. વલસાડ એસપી રાજદિપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં જુગારની બદી નાબૂદ કરવા વલસાડ સિટી પીઆઇ વી. ડી. મોરી, હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર, ઇશ્વરભાઇ કોન્સ્ટેબલ રાજકુમાર, કિરીટસિંહ, ભરત વગેરેએ તિથલ રોડ પર હેપ્પીનેસ સામે દરોડો પાડી ખુુલ્લા મેદાનમાં જુગાર રમતા ઉમંગ કનુ રાઠોડ, સંજય રાજુ કુકણા રહે સુદામા સદન હેપ્પીનેસની બાજુની ગલીમાં, વિશાલ સુરેશ રાઠોડ, અલ્પેશ સુરેશ રાઠોડ, કિરણ સુરેશ રાઠોડને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી તેમણે મોબાઇલ રોકડા અને મોપેડ મળી કુલ રૂ. 1,23,380નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ તેમણે આ રેકેટમાં સંડોવાયેલા સંતોષ નવિન કુકણા અને રાજુ બાબુ રાઠોડ ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

(10:13 pm IST)