Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

રાજપીપળા સામ્રાજ્ય કોમ્પલેક્ષની દુકાનમાં થયેલી ચોરીના 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી LCB નર્મદા

દુકાનમાં વહેલી સવારે થયેલી ચોરીનો રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા એલસીબી ટિમ તુરત એક્શનમાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પોલીસ અધિક્ષક હિમકરસિંહ નર્મદાની સુચનાના પગલે એ.એમ. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ રાજપીપલા પો.સ્ટે.ના ચોરીના ગુના બાબતે બાતમી મળતા સામ્રાજ્ય કોમ્પ્લેક્ષમાં થયેલી ચોરી માં કસ્બાવાડ ખાતે રહેતા જુનેદ સલીમ ભાઇ મન્સુરી તથા અરબાદ સકીલ ભાઇ મન્સુરીએ ચોરી કરેલ હોવાની ચોક્કસ બાતમી આધારે આ બન્ને આરોપીઓને રાજપીપળા ખાતેથી ઝડપી એલ.સી.બી. સ્ટાફ દ્વારા પુછપરછ કરતા તેમણે આ ચોરી કરેલાની કબુલાત કરતા આરોપી ઓને ગુનામાં ગયેલ રોકડ રકમ વિશે પુછપરછ કરતા તેમના ઘરમાંથી ગુનાની રોકડ રકમ રૂ .૧૨,૯૮૦ રીકવર કરી બંને આરોપીઓને રાજપીપળા પો.સ્ટે.માં સોંપી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.આમ એલસીબી ટીમે વધુ એક સફળતા મેળવી આ ચોરીની ઘટના બાદ ગણતરી ના કલાકો માં આરોપીઓ ને મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

(10:32 pm IST)