Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

સુરત :નાનાભાઈને મારતાં 13 વર્ષના મોટાભાઈએ પડોશમાં રહેતાં 9 વર્ષના બાળકની લાકડાના ફટકા ઝીકી મારી નાખ્યો

રાજસ્થાની શ્રમિક પરિવારનો એકનો એક દીકરાની હત્યાથી માતા-પિતા શોકમાં ગરક : બાળકની અટકાયત

સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાંથી 9 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના માથામાં લાકડાના ફટકા ઝીંકીને હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું મૃતદેહ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક બાળક રાજસ્થાની શ્રમિક પરિવારનો હોવાનું સામે આવ્યું હતું. પરિવારનો એકનો એક દીકરો હોવાથી માતા-પિતા શોકમાં ગરક થઈ ગયા હતાં. ઘટનાની તપાસ કરતાં 13 વર્ષના કિશોરે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે બાળકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે

પાંડેસરામાં આવેલા સરસ્વતી કોલોની પાસેના SMC આવાસની ઝાડીઓમાંથી બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બાળક મોડી સાંજ 9 સુધી આવાસમાં રમતો દેખાયો હતો. જોકે બાદમાં અચાનક ગુમ થઈ ગયો હતો. જેથી તપાસ કરતાં બાળકનો ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બાળકના માથાના ભાગે લાકડાના ફટકા ઝીંકી દેવાયા હોય તેમ માથું લોહીથી ખરડાયેલી હાલતમાં મળ્યું હતું. બાળક રાજસ્થાનનાથી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બાળકનું નામ આંસુ શ્રી લાલ યાદવ હતુ. તે ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો. 15 દિવસ અગાઉ જ માતા સુનિતા યાદવ અને રિક્ષા ચલાવતા પિતા પાસે તે સુરત આવ્યો હતો.

સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં ખબર પડી કે એસએમસી આવાસમાં રહેતાં 13 વર્ષના કિશોરે જ અંશુની હત્યા કરી છે. જ્યારે બાળક અંશુના વાળ અને નાક ડુક્કર ખાઈ ગયા હોવાનું સામે આવ્યું છે

હત્યા કરનાર કિશોરે પોલીસને જણાવ્યું હતું કે અંશુ તેના નાના ભાઈ જેની ઉંમર 8 વર્ષની છે તેની સાથે રમતી વખતે માર મારતો હતો. બે દિવસ અગાઉ પણ મનીષને માર માર્યો હતો. તેથી તેણે અશુંને એમ પણ કહ્યું કે કેમ તેના ભાઈને મારે છે. જેથી ગુસ્સે ભરાયેલો અંશુ મોટાભાઈને લાકડી મારીને ઝાડીઓ તરફ ભાગ્યો હતો. મોટોભાઈ પણ અંશુ પાછળ દોડ્યો હતો, જેમાં અંશુ પડી જતાં મોટાભાઈએ તેના માથામાં લાકડાના બે ફટકા મારીને ત્યાંથી નાસી ગયો હતો. ત્યાર બાદ તેનું મોત નીપજ્યું હતું. Surat Minor Murder

અહીં એ પણ જાણવા મળ્યું હતું કે મૃતક અંશુ સતત ઝઘડો કરતો હતો, જેથી પિતાએ અંશુને ઘરની બહાર નહીં નીકળવા જણાવ્યું હતું. જોકે અંશુએ પિતાની વાત નહીં માની હતી.  પિતાના ઘરેથી બહાર ગયાના થોડી જ મિનટોમાં અંશુ રમવા માટે ઘરેથી નીકળ્યો હતો અને ઝઘડો કરતાં તેની હત્યા કરાઈ હતી

(10:53 pm IST)