Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં રસીકરણ : 1413 આરોગ્યકર્મીઓનું વેક્સીનેશન કરાયું

સુરત : જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત તા.28મીએ 26 સેશનમાં કુલ 1413 આરોગ્ય કર્મીઓનું વેક્સીનેશન કરવામાં આવ્યું હતું. તા.29 જાન્યુ., 4 ફેબ્રુ.,અને 5 ફેબ્રુ. ના રોજ સુરત જિલ્લામાં કુલ 50 સેશન સાઈટ ઉપર રસીકરણનું આયોજન કરાયું છે. તા.5 ફેબ્રુ. સુધીમાં આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓનું 100 % રસીકરણ પુર્ણ કરવાનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે, આજદિન સુધીમાં એક પણ કોરોના વોરિયરને કોરોના રસીની સાઈડ ઈફેકટ થઈ નથી.

જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત રસીકરણ અભિયાનમાં મેડિકલ ઓફિસરો, આરોગ્ય સુપરવાઈઝરો, પેરામેડિકલ સ્ટાફ જેમ કે લેબ ટેક્નીશિયન ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ અને આરોગ્યનાં વિવિધ કેડરના કર્મચારીઓ તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગના આશા બહેનો, આશા ફેસેલિટેટરો અને આંગણવાડી કાર્યકર બહેનોને રસી આપવામાં આવી હતી.

(12:59 am IST)